________________
सप्तभङ्गीनयप्रदीपः
(૮) શુદ્ધસ્વભાવ : કેવળ એક દ્રવ્યનું જે સહજપરિણમન, અર્થાત્ ઉપાધિરૂપે રહેલા એવા ૫રદ્રવ્યના જોડાણથી રહિત માત્ર પોતાના સહજ ગુણોમાં પરિણામ પામવાપણું, તે શુદ્ધસ્વભાવ.
૬૬ →
દા. ત. કર્મદ્રવ્યના જોડાણથી થનારી આસક્તિ-અહંકાર-આશંસા વગેરે ઉપાધિઓથી રહિત માત્ર પોતાના જ્ઞાનાદિમય શુદ્ધસ્વરૂપમાં રમણતા, તે આત્મદ્રવ્યનો શુદ્ધસ્વભાવ છે. આમ બધા દ્રવ્યોમાં, પરદ્રવ્યથી નિરપેક્ષ જે નિર્વિકાર સ્વરૂપ - તે શુદ્ધસ્વભાવ સમજવો.
(૯) અશુદ્વસ્વભાવઃ પરદ્રવ્યની ઉપાધિના કારણે, પોતાનાં મૂળ સ્વરૂપને છોડીને પરભાવરૂપે પરિણમવાની જે યોગ્યતા, તે અશુદ્ધસ્વભાવ. (જેમકે - કર્મદ્રવ્યના જોડાણથી પોતાનાં શુદ્ધ સ્વરૂપને છોડી દઇને જે રાગાદિથી કલુષિત અધ્યવસાયોરૂપે પરિણામ પામવાપણું, તે આત્મદ્રવ્યનો અશુદ્ધ સ્વભાવ જાણવો.)
પ્રશ્ન : વિભાવસ્વભાવ અને અશુદ્ધસ્વભાવમાં ફરક શું
ઉત્તર ઃ અલબત્ત બંને એકરૂપ જ છે, પણ જુદા જુદા વ્યપદેશે તેઓનો ભેદ સંગત થઈ શકે. તે આ પ્રમાણે - (૧) વિભાવસ્વભાવરૂપ મલિનચેતનાના કારણે જીવ કર્મરૂપ ઉપાધિને બાંધે છે, એટલે તે કર્મબંધનું કારણ છે. અને (૨) બાંધેલા કર્મના ઉદયથી જીવનો મલિન અધ્યવસાયઅશુદ્ધસ્વભાવ ઉત્પન્ન થાય છે, એટલે એ સ્વભાવ કર્મનું કાર્ય છે.
અલબત્ત, વિભાવસ્વભાવ પણ કર્મના ઉદયથી જ થાય છે અને અશુદ્ધસ્વભાવ પણ કર્મબંધનું કારણ બને છે જ. તો પણ એક જ સ્વભાવને જ્યારે જુદા જુદા પાસાથી વિચારાય, ત્યારે તેઓનો વ્યપદેશભેદે ભેદ પણ થાય છે.
જેમકે – કલહ-કષાય-બહિર્મુખભાવ. આ બધા સ્વભાવો, નવા કર્મરૂપી ઉપાધિને લાવનારા હોવાથી વિભાવસ્વભાવ કહેવાય અને જુના કર્મરૂપી ઉપાધિથી ઉત્પન્ન થયા હોવાથી અશુદ્ધસ્વભાવ કહેવાય.
આવો ભેદ જણાય છે, વિદ્વાનો બીજી રીતે પણ યથાયોગ્ય સંગતિ કરે.
(૧૦) ઉપચરિતસ્વભાવ : એક દ્રવ્યમાં, બીજા દ્રવ્યોના ગુણોનો જે ઉપચાર કરાય, તે વિવક્ષિત દ્રવ્યનો ઉપચરિતસ્વભાવ જાણવો. જેમકે - ઓછી બુદ્ધિવાળા માણસને ‘આ જડ છે’ એવું જે કહેવાય, તે, તે માણસનો ઉપચરિતસ્વભાવ જાણવો. હકીકતમાં તે માણસ ચેતન છે, પણ ઓછી બુદ્ધિના કારણે પુદ્ગલમાં રહેલા જડપણાંનો તેમાં ઉપચાર કરાયો છે. આમ ઉપચારથી થનારો સ્વભાવ, તે ઉપચરિતસ્વભાવ.
આ ૧૦ વિશેષ સ્વભાવો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org