________________
* सरल-सुगम-विवेचनसमन्वितः (५१) तत्र जीवपुद्गलयोरेकविंशतिः स्वभावाः चेतन-मूर्त-विभावाऽशुद्धोपचरितस्वभावान् एतान् पञ्च मुक्त्वा धर्मादित्रयाणां षोडश स्वभावाः । बहुप्रदेशस्वभावं मुक्त्वा कालस्य पञ्चदश स्वभावाः । संग्रहश्च -
"एकविंशतिभावाः स्युर्जीव-पुद्गलयोर्मताः। धर्मादीनां षोडश स्युः काले पञ्चदश स्मृताः" ॥
+ ગુણસૌમ્યા+ (૫૧) આ પ્રમાણે દ્રવ્યના ૧૧ સામાન્યસ્વભાવો અને ૧૦ વિશેષસ્વભાવો જણાવીને, હવે તે બધા મળીને દ્રવ્યમાં કુલ કેટલા સ્વભાવો હોય ? તે બતાવવા કહે છે –
ક દ્રવ્યમાં કુલ કેટલા સવભાવો ? * ૧૧ સામાન્યસ્વભાવ અને ૧૦ વિશેષસ્વભાવ = ૨૧ સ્વભાવ, આમ કુલ ૨૧ સ્વભાવ છે, તેમાંથી...
(૧-૨) જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યમાં બધા સ્વભાવો હોય છે, અર્થાત્ તેઓમાં ૨૧ સ્વભાવ સમજવા.
(૩-૪-૫) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય -આ ત્રણ દ્રવ્યમાં (૨૧માંથી) ચેતનસ્વભાવ, મૂર્તસ્વભાવ, વિભાવસ્વભાવ, અશુદ્ધસ્વભાવ, અને ઉપચરિતસ્વભાવ – આ પાંચ સ્વભાવોને છોડીને બાકીના ૧૬ સ્વભાવો સમજવા.
(૬) કાળદ્રવ્યમાં - તે ૧૬માંથી પણ અનેક પ્રદેશસ્વભાવ છોડીને બાકીના ૧૫ સ્વભાવો સમજવા. દ્રવ્યોમાં ગુણોને બતાવનારી સંગ્રહગાથા આ પ્રમાણે છે –
एकविंशतिभावाः स्युर्जीवपुद्गलयोर्मता । धर्मादीनां षोडश स्युः काले पञ्चदश स्मृताः ॥
| (આલાપપદ્ધતિ - ૨) અર્થ : જીવ અને પુદ્ગલમાં ૨૧ સ્વભાવો છે, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં ૧૬ સ્વભાવો છે અને કાળદ્રવ્યમાં ૧૫ સ્વભાવો સ્મરણ કરાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org