________________
* सरल-सुगम-विवेचनसमन्वितः અધ્યવસાયના કારણે આ સ્વભાવને “શુદ્ધચેતના” કહેવાય છે.)
(૨) અચેતનસ્વભાવઃ જાણવાની, સુખ-દુઃખાદિને અનુભવવાની શક્તિ ન હોવી, તે અચૈતન્ય. જીવ સિવાયના પુદ્ગલ વગેરે દ્રવ્યોનો આ વિશેષગુણ છે. (દા. ત. પથ્થરના કેટલા પણ ટુકડા કરો, તેને લેશમાત્ર પણ સુખ-દુઃખનું વદન થતું નથી. કારણ? એ જ કે તેમાં ચૈતન્યસ્વભાવ નથી, એ અચેતન છે.)
(૩) મૂર્તસ્વભાવઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણોને ધારણ કરવાપણું, તે પુગલદ્રવ્યનો મૂર્તસ્વભાવે છે. અને આ ગુણ માત્ર પુદ્ગલમાં જ હોવાથી તે તેનો વિશેષગુણ કહેવાય છે.
(૪) અમૂર્તસ્વભાવ: રૂપ-રસાદિને ધારણ ન કરવાનો સ્વભાવ. તે અમૂર્તસ્વભાવ. આ સ્વભાવ પુદ્ગલ સિવાયના બાકીના પાંચ દ્રવ્યોના વિશેષગુણરૂપ છે.
(૫) એકપ્રદેશસ્વભાવઃ જુદા જુદા અનેક પ્રદેશો હોવા છતાં પણ દ્રવ્યની જે એકાકારતારૂપ પરિણતિ, તે એકપ્રદેશસ્વભાવ.
કાળ અને પરમાણુ એકપ્રદેશમાં રહેતા હોવાથી તેઓનો સ્વતઃ એકપ્રદેશસ્વભાવ ઘટે છે. પણ તે સિવાયના દ્રવ્યો અસંખ્ય કે અનંત પ્રદેશમાં રહે છે, તો પણ અખંડ દ્રવ્યરૂપે તેઓની જે એકાકારતા, તે તેઓનો એકપ્રદેશસ્વભાવ સમજવો. આ સ્વભાવના કારણે જ “ધર્માસ્તિકાય એક છે' ઇત્યાદિ વ્યવહાર થાય છે, અન્યથા, તો “ધર્માસ્તિકાય ઘણા છે' ઇત્યાદિ વ્યવહારો થાત.
(૬) અનેકપ્રદેશસ્વભાવ દ્રવ્યોમાં જે ભિન્ન-ભિન્ન પ્રદેશવાળાપણું, તે અનેકસ્વભાવતા. જો આ સ્વભાવ ન માનીએ, તો એક જ દ્રવ્યમાં જુદા જુદા પ્રદેશોને લઇને જે સકંપ અને નિષ્કપરૂપ બે અવસ્થા જોવા મળે છે, તે ન ઘટે. (એક જ કપડો, એક છેડાથી હલતો હોય ને બીજા છેડેથી સ્થિર હોય – આવી બે જુદી અવસ્થા કપડાનો અનેક પ્રદેશસ્વભાવ જણાવે છે.)
(૭) વિભાવસ્વભાવઃ પોતાનો જે સહજ પરિણામ છે, તેને છોડીને દ્રવ્યનું જે અન્યભાવરૂપે પરિણમન, તે વિભાવસ્વભાવ. (દા. ત. જીવદ્રવ્ય સિદ્ધસ્વરૂપી છે, તો પણ કર્મદ્રવ્યના જોડાણથી તેમાં જે કષાય-વિષયાદિ વૈકારિક અવસ્થાઓ થાય છે, તે આત્મદ્રવ્યનો વિભાવસ્વભાવ જાણવો.) આ સ્વભાવ જ મોટી વ્યાધિરૂપ છે. અને આના કારણે જ કર્મબંધની શૃંખલા ચાલે છે. દ્રવ્યગુણપર્યાયના રાસમાં કહ્યું છે કે - “જી હો ભાવ સ્વભાવ અન્યથા, લાલા છઈ વિભાવ વડવ્યાધિ”
(ઢાળ - ૧૨૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org