________________
* सरल-सुगम-विवेचनसमन्वितः * प्रमेयत्वम् ४, अगुस्लघुत्वम् ५, प्रदेशत्वम् ६, चेतनत्वम् ७, अचेतनत्वम् ८, मूर्तत्वम् ९, अमूर्तत्वम् १०, चेति द्रव्याणां सामान्यगुणा दश, प्रत्येकमष्टौ अष्टौ सर्वेषाम् ।
-+ગુણસૌમ્યા+-- નથી, એટલે જ તેનાથી કોઈ કાર્યો સરતાં નથી.) | (૩) દ્રવ્યત્વગુણ દ્રવ્યત્વ એટલે દ્રવીભાવ થવાપણું, એકરૂપમાંથી બીજા રૂપમાં જવાપણું, આ છએ દ્રવ્યમાં રહેલી શક્તિરૂપ છે અને તેના કારણે દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય થયા કરે છે.
(૪) પ્રમેયત્વગુણઃ પ્રમેય = પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જાણવા યોગ્ય. છએ દ્રવ્યોમાં પ્રમેયપણું = પ્રમેયત્વ નામનો ગુણ છે અને એટલે જ તેઓ પ્રમાણનો વિષય બને છે (ખપુષ્પમાં પ્રમેયત્વ ન હોવાથી જ તે કોઈ જ્ઞાનથી જણાતું નથી.)
(૫) અગુરુલઘુત્વઃ જે ગુણના કારણે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે નથી પરિણમી જતું, હંમેશાં પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે, તે ગુણવિશેષને “અગુરુલઘુત્વ” કહેવાય (કર્મથી આવૃત પણ જીવ કદી જડ નથી બની જતો, ચેતન જ રહે છે, તે અગુરુલઘુત્વ નામના ગુણના કારણે સમજવું.)
(૬) પ્રદેશત્વ તે પ્રતિનિયત ક્ષેત્રમાં વ્યાપીને રહેવાપણું તે પ્રદેશત્વગુણ. (ક) આત્મામાં અસંખ્યાત આકાશપ્રદેશોમાં રહેવારૂપ પ્રદેશત્વગુણ. (ખ) પુદ્ગલમાં સંખ્યાત-અસંખ્યાત કે અનંત પ્રદેશોમાં રહેવારૂપ પ્રદેશત્વગુણ. (ગ) આકાશમાં અનંત પ્રદેશોમાં રહેવારૂપ પ્રદેશત્વગુણ ઇત્યાદિ.
(૭) ચેતનત્વઃ જેના આધારે આત્માને સુખ-દુઃખ, હર્ષ-શોક વગેરેનું સંવેદન થાય, તે ચૈતન્યગુણ. આ ગુણ સુખ-દુઃખના અનુભવરૂપ છે.
(૮) અચેતનત્વઃ ચેતનપણાંનો વિરોધી ગુણ કે જેનાથી સુખ-દુઃખાદિનો અનુભવ ન થાય ને જડપણું આવે. પુદ્ગલ વગેરેમાં આ અચૈતન્યગુણ હોવાથી જ તેઓ જાણવું-જોવું વગેરે નથી કરી શકતા.
(૯) મૂર્તત્વ: જે ગુણના કારણે દ્રવ્યો રૂપ, રસ, ગંધ વગેરેથી યુક્ત હોય, તે મૂર્તત્વગુણ. પુદ્ગલો મૂર્તત્વગુણવાળા છે, એટલે જ તેઓ રૂપ-રસાદિથી યુક્ત હોય છે.
(૧૦) અમૂર્તવઃ જે ગુણના કારણે દ્રવ્યો રૂપ-રસાદિથી યુક્ત ન હોય, તે અમૂર્તત્વગુણ. આત્મા વગેરેમાં અમૂર્તત્વગુણ છે, એટલે જ તેઓ અરૂપી આદિ છે.
આ દશ સામાન્ય ગુણો છે. આમાંથી દરેક દ્રવ્યમાં આઠ-આઠ ગુણ હોય છે. તે આ પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org