________________
* सरल-सुगम-विवेचनसमन्वितः (૪૮) જ્ઞાન-રર-ર-વર્ગ-“સ્પ-૧-જાન્ધ-વ-જાતિતત્વ१०स्थितिहेतुत्वा-११ऽवगाहनहेतुत्ववर्तनाहेतुत्वं १३चेतनत्वमचेतनत्वं १५मूर्तत्वम१६मूर्तत्वं चेति द्रव्याणां षोडश विशेषगुणाः । प्रत्येकं जीव-पुद्गलयोः षट्, इतरेषां
-..................+ ગુણસૌમ્યા+.. (૪૮) આ પ્રમાણે છ દ્રવ્યોના સામાન્યગુણો બતાવીને, હવે તેના વિશેષ ૧૬ ગુણો બતાવવા કહે છે –
* દ્રવ્યના ૧૬ વિશેષગુણો * શબ્દાર્થ (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) સુખ, (૪) વીર્ય, (૫) સ્પર્શ, (૬) રસ, (૭) ગંધ, (૮) વર્ણ, (૯) ગતિeતુત્વ, (૧૦) સ્થિતિહેતુત્વ, (૧૧) અવગાહનાહેતુ, (૧૨) વર્તનાહેતુત્વ, (૧૩) ચેતનત્વ, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ, અને (૧૬) અમૂર્તત્વ - આ દ્રવ્યોના ૧૬ વિશેષગુણો છે. તેમાંથી જીવ અને પુદ્ગલદ્રવ્યમાં ૬-૬ ગુણો અને બાકીના દ્રવ્યોમાં ૩-૩ ગુણો હોય છે. ચેતનત્વ વગેરે છેલ્લા ચાર ગુણો સ્વજાતિની અપેક્ષાએ સામાન્યરૂપ અને વિજાતીયની અપેક્ષાએ વિશેષરૂપ છે.
વિવેચન :
(૧) જ્ઞાન : વસ્તુના વિશેષ પરિચ્છેદરૂપ આ ગુણ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનરૂપે આના પાંચ ભેદ છે.
(૨) દર્શન : વસ્તુના સામાન્યપરિચ્છેદરૂપ આ ગુણ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનરૂપે આના ચાર ભેદ છે.
(૩) સુખ : આ પણ એક આત્મિક ગુણ છે. તેના બે પ્રકાર (ક) ઇન્દ્રિયોના વિષયોથી થનારું સુખ, અને (ખ) અતીન્દ્રિય સુખ. . (૪) વીર્યઃ આ આત્માની શક્તિવિશેષરૂપ છે. તે બે પ્રકારે : (ક) વીર્યંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર શક્તિરૂપ ક્ષાયિકવીર્ય, અને (ખ) વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનાર શક્તિરૂપ લાયોપથમિકવર્ય.
0 ઉપર બતાવેલા આ ચાર ગુણો, માત્ર જીવદ્રવ્યના વિશેષગુણરૂપ છે. (જીવ સિવાય બીજે ક્યાંય રહેતા નથી.)
(૫) સ્પર્શ ઃ આ ગુણ હલકું, ભારે, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ અને કર્કશના ભેદ આઠ પ્રકારે છે.
(૬) રસ: આ ગુણ તિક્ત, કટુ, કષાય, આમ્લ, મધુર, એમ પાંચ પ્રકારે છે. (૭) ગન્ધઃ આ ગુણ સુરભિગંધ અને દુરભિગંધરૂપે બે પ્રકારનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org