________________
* सरल-सुगम-विवेचनसमन्वितः ૦ મનુષ્ય, નારક, તિર્યંચાદિ અવસ્થાઓ આત્માની નથી, આત્માની માત્ર એક સિદ્ધાવસ્થા છે. પણ કર્મરૂપ ઉપાધિનાં કારણે તેમાં નારકાદિરૂપ પર્યાયો ઉત્પન્ન થાય છે, એટલે જ તેઓને વિભાવપર્યાય કહેવાય છે.
૦ ચોરાશી લાખ યોનિઓમાં તે તે રૂપે પરિણમવું એ જીવનો સ્વભાવ નથી, પણ કર્મનાં કારણે તેવું થતું હોવાથી, તે ચોરાશી લાખ યોનિઓ પણ જીવનો વિભાવપર્યાય છે.
૦ વીતરાગતા, સામ્ય, કૈવલ્ય એ જીવનો સ્વભાવ છે, પણ ક્રોધ, અહંકાર, ઇર્ષ્યા, આકુળતા, મૂઢતા, તીવ્રરાગ વગેરે જે મલિન અધ્યવસાયો થાય છે, તે કર્મરૂપી કાદવથી થતાં હોવાથી જીવના વિભાવરૂપ છે.
આ પ્રમાણે સર્વત્ર સમજવું કે સ્વાધીન પર્યાય તે સ્વભાવ અને પરસાપેક્ષ પર્યાય તે વિભાવ. અલબૅત્ત,
અહીં બીજાની માન્યતા બતાવવા રૂપે જ ગ્રંથકારશ્રીએ ગુણવિકારને પર્યાય કહ્યો છે. બાકી ઉપર જે ઉદાહરણો આપ્યાં છે, તેના પરથી સ્પષ્ટ જણાય છે કે દ્રવ્યની જ તે જુદી જુદી અવસ્થાઓ છે. એટલે તે અવસ્થાઓને ગુણવિકારરૂપ ન માની દ્રવ્યવિકારરૂપ = દ્રવ્યના જુદા જુદા પરિણામરૂપ જ માનવી જોઇએ.
એટલે જ મહોપાધ્યાયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં આ વ્યાખ્યાનું ખંડન કરતા જણાવ્યું છે કે –
ગુણવિકાર પક્ઝવ કહી, દ્રવ્યાદિ કહેતા. સ્વં જાણઈ મનમાંહિ, તે દેવસેન મહેતા
શ્રી જિનવાણી આદરો - ૧૪/૧૭ - ટબો - “વિIRIઃ પર્યાયાઃ' ઇમ કહીનઈ, તેહના ભેદ નઈં અધિકારઈ “તે પર્યાય દ્વિભેદ – દ્રવ્યપર્યાય ગુણપર્યાય” 'ઇત્યાદિક કહેતો નયવર્તી વિગંવર રેવસેના મનમાંહિ હું જાણઇં કઇં ? અર્થાત્ કાંઈ જાણતો નથી, પૂર્વપર વિરુદ્ધ ભાષણથી. તે માર્ટિ દ્રવ્યપર્યાય જ કહેવા, પણિ ગુણપર્યાય જુદા ન કહેવો. એ પરમાર્થ (૧૪-૧૭) એટલે પર્યાયની વ્યાખ્યામાં આટલો ફેર કરવો ઉચિત જણાય છે –
પર્યાય
ગુણ સજાતીય વિજાતીય
સ્વભાવ વિભાવ ૨. આ વિશે વિશદ માહિતી મેળવવા, દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ૧૪મી ઢાળનું અવલોકન કરવું.
૧.
દ્રવ્ય
ગુણ
સ્વભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org