________________
* સાત-સુગમ-વિવેચનસમન્વિત: જ
અયોગ્ય છે. (હમણાં તે ઘી ભરવા માટે કામ આવે તેવું નથી.) એટલે જ તેને દ્રવ્યથી ઘીનો ઘડો નહીં કહેવાય.
એ જ રીતે સાધુ પૂર્વે રાક્ષસપર્યાયને અનુભવ્યો હોય તો પણ, હમણાં તે સરળ-સંવિગ્ન હોઇ રાક્ષસની તેનામાં લેશમાત્ર પણ યોગ્યતા નથી અને એટલે જ તેને દ્રવ્યથી રાક્ષસ ન કહી શકાય.
૫૧
તો દ્રવ્યથી ધૃતઘટ કોને કહીશું ? તો કે - જેમાં પહેલા ઘી ભર્યું હતું અને હમણાં ઘી ન હોવાથી જે ખાલી છે, તેવા ઘડાને ઘીનો ઘડો કહીશું, કારણ કે આ ઘડો, પૂર્વે અનુભવેલા ઘીના આધારરૂપ પર્યાયવાળો પણ છે અને હમણાં તેનામાં ઘી ભરવાની યોગ્યતા પણ છે, એટલે તેને દ્રવ્યથી ઘીનો ઘડો કહેવામાં કોઈ બાધ નથી.
એટલે જ તે ઘડો ફૂટી ગયા પછી વ્યવહાર થાય છે કે મારો ઘીનો ઘડો ફૂટી ગયો. તે વ્યવહાર પણ એમ જ જણાવે છે કે હવે તેનામાં ઘીને ધારી રાખવાની યોગ્યતા નથી રહી અને તેથી જ હવે તે દ્રવ્યથી પણ ધૃતઘટ નથી રહ્યો.
એટલે પૂર્વ પર્યાયને અનુભવેલી અને તે પર્યાયને યોગ્ય એવી વસ્તુ જ ‘દ્રવ્ય’ તરીકે માનવી - એવો ફલિતાર્થ થયો ! (અન્યથા બધી વસ્તુઓ પૂર્વે તે તે પર્યાયોને અનુભવી જ હોવાથી, તે બધી વસ્તુઓને તે તે પર્યાયોની અપેક્ષાએ ‘દ્રવ્ય’ માનવાનો પ્રસંગ આવશે.)
આ પદાર્થ ખૂબ ગહન છે, સૂક્ષ્મબુદ્ધિથી સમજવા પ્રયત્ન કરવો.
(૨) એ જ રીતે જો માત્ર ભવિષ્યગત પર્યાયવાળાને દ્રવ્ય કહેશો, તો દરેક વસ્તુઓ તે તે પર્યાયોની અપેક્ષાએ ‘દ્રવ્ય’ માનવાનો પ્રસંગ આવશે ! કારણ કે દરેક વસ્તુઓ ભવિષ્યમાં અનંતકાળ દરમ્યાન તે તે પર્યાયોને પામવાની જ છે.
અને તો હમણાંનું પાણી ભવિષ્યમાં કાળાંતરે બીજા પરિણામને પામીને આગ પણ બનવાનું જ છે, એટલે તેમાં આગપર્યાય પણ આવવાનો જ છે. હવે ભાવીપર્યાયની અપેક્ષાએ દ્રવ્ય માનવામાં તો, હમણાંનાં પાણીને પણ દ્રવ્યથી ‘આગ’ માનવાનો પ્રસંગ આવશે ! જે બિલકુલ ઉચિત નથી.
એટલે અહીં પણ ‘યોગ્ય’ પદ મૂકવું જ રહ્યું અને તેનાથી ફાયદો એ થશે કે, ભવિષ્યમાં આગપર્યાયને પામનારું પણ પાણી, હમણાં તે પર્યાયને માટે અયોગ્ય હોઇ, તેમાં આગ તરીકેનો વ્યવહાર કરવાની આપત્તિ નહીં આવે.
દ્રવ્યથી આગ તેને જ કહેવાશે કે જે ભવિષ્યમાં આગપર્યાયને પામશે અને વર્તમાનમાં આગપર્યાયને યોગ્ય હશે.
(૩) એ જ રીતે ભૂતપર્યાયને યોગ્ય અને ભાવીપર્યાયને યોગ્ય એવો પદાર્થ જ દ્રવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org