________________
* सरल-सुगम-विवेचनसमन्वितः
तथा 'भूतभावं च' इति भूतः पश्चात्कृतो भावः पर्यायो यस्य तद् भूतभावम्, तदपि द्रव्यमनुभूतघृताधारत्वपर्यायरिक्तघृतघटवत्; चशब्दाद् भूत-भविष्यत्पर्यायं च द्रव्यं भूतभविष्यद्धताधारत्वपर्यायरिक्तघृतघटवत् । (४४) यद् योग्यम्-भूतस्य भावस्य भूतभविष्यतोश्च भावयोरिदानीमसत्त्वेऽपि यद् योग्यमह तदेव द्रव्यमुच्यते, नान्यत्, अन्यथा
- + ગુણસૌમ્યા. (૭) ભૂતભાવં તપ દ્રવ્યમ્ |
ભાવાર્થ : જેનો પર્યાય પાછળ કરાયેલો છે, અતીત કરાયેલો છે, તે પણ દ્રવ્ય કહેવાય. જેમકે – ઘીના આધારરૂપ પર્યાયને અનુભવેલો એવો હમણાંનો ખાલી ઘડો. (આ ઘડો પૂર્વે ઘીથી ભરેલો હતો અને હવે ખાલી છે, તો પણ તેને ઘીનો ઘડો કહેવાય છે.)
તાત્પર્ય : અનુભવેલા પર્યાયનો વર્તમાનમાં ઉપચાર કરીને વ્યવહાર કરાય છે. જેમકે – કોઇએ ચોરી કરી અને જેલ થઈ. હવે તે વ્યક્તિ જેલમાં લેશમાત્ર પણ ચોરી નથી કરતો, તો પણ અનુભવેલા પર્યાયની અપેક્ષાએ તેને ચોર જ કહેવાય છે. આ દ્રવ્યથી સમજવું.
હવે વિશેષાવશ્યકભાષ્યના શ્લોકમાં “મૂયમાd ' એમ છેલ્લે જે ર મૂક્યો છે, તેનાથી દ્રવ્યની એક વધુ વ્યાખ્યા જણાય છે. તે આ પ્રમાણે -
(૮) ભૂત-ભવિષ્યત્વયં વ્ર વ્યમ્ II
ભાવાર્થ અનુભવેલા પર્યાયવાળો અને ભવિષ્યમાં થનારા પર્યાયને યોગ્ય એવી જે વસ્તુ, તે પણ દ્રવ્ય કહેવાય. જેમકે – પૂર્વે ઘીથી ભરેલો અને ભવિષ્યમાં ઘીને ધારણ કરનારો એવો ઘડો, વર્તમાનમાં ખાલી હોવા છતાં તેને ઘીનો ઘડો કહેવાય છે.
(૪૪) હવે અહીં એક વાત ખાસ સમજવી કે, જે વસ્તુ ભૂતપર્યાયને યોગ્ય હોય, અથવા ભાવપર્યાયને યોગ્ય હોય, અથવા ભૂત-ભાવી એ બંને પર્યાયને યોગ્ય હોય, તે જ દ્રવ્ય કહેવાય, અન્ય (= અયોગ્ય) નહીં.
અન્યથા = જે યોગ્ય ન હોય તેને પણ દ્રવ્ય કહો, તો પુદ્ગલ વગેરે બધી વસ્તુઓએ, પૂર્વે બધા પર્યાયો અનુભવ્યા હોવાથી અને ભવિષ્યમાં પણ બધા પર્યાયો અનુભવવાના હોવાથી, અનુભૂત અને ભાવી પર્યાયવાળા તો તેઓ બધા પણ થાય અને તો તે બધાને દ્રવ્ય માનવાનો પ્રસંગ આવે !
આ વાતને આપણે વિસ્તારથી સમજીએ -
(૧) જો માત્ર અનુભૂત પર્યાયવાળાને દ્રવ્ય કહો, તો જીવ-પુદ્ગલ વગેરે બધી વસ્તુઓને દ્રવ્ય માનવાનો પ્રસંગ આવશે ! કારણ કે પૂર્વે અનંત સંસારમાં પુદ્ગલાદિએ બધા પર્યાયોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org