________________
સરત-સુગમ-ન -વિવેચનસમન્વિતઃ
द्रवति-तांस्तान् स्वपर्यायान् प्राप्नोति मुञ्चति वा, तथा द्रूयते स्वपर्यायैरेव प्राप्यते मुच्यते वा; दुः सत्ता, तस्या एवावयवो विकारो वेति द्रव्यम्; अवान्तरसत्ताख्याणि द्रव्याणि महासत्ताया अवयवो विकारो वा भवन्त्येवेति भावः । तथा गुणा रूपरसादयस्तेषां → ગુણસૌમ્યા
શ્લોકાર્થ : જે દ્રવે છે - તે તે પર્યાયોને પામે છે, અથવા સ્વપર્યાયોથી પમાય છે, તથા સત્તાના અવયવ અથવા વિકાર, તેમજ ગુણનો સમુદાય અને ભાવીપર્યાય તથા ભૂતપર્યાયને યોગ્ય જે હોય, તે દ્રવ્ય કહેવાય. (શ્લોક-૨૮)
૪૭
હવે પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ, વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિમાં જે આ શ્લોકની વ્યાખ્યા કરી છે, તેને જ જણાવતા કહે છે –
વ્યાખ્યાર્થ:
(૧) તિ-તાંસ્તાનું સ્વપર્યાયાનું પ્રાપ્નોતિ મુન્નતિ વા ૫
ભાવાર્થ : જે પોતાના નવા-નવા પર્યાયોને પામે અને જુના-જુના પર્યાયોને મૂકે, તે દ્રવ્ય. જેમકે – દેવપર્યાયને પામીને મનુષ્યપર્યાયને છોડનારું આત્મદ્રવ્ય.
વિશેષાર્થ : દ્રવ એટલે પ્રવાહી. તો વ્રુતિ કહીને દ્રવ્યને પ્રવાહી જેવું કેમ કહ્યું ? ઘન જેવું કેમ નહીં ? તો એનો જવાબ છે કે – પ્રવાહીને અવસ્થાંતર પામવું બહું સહેલું છે. ધારો કે પાણી, ચોરસ વાસણમાં તરત ચોરસ આકારનું બની જશે. ગોળ વાસણમાં તરત વૃત્તાકાર. ત્રિકોણ આકારમાં તરત ત્રિકોણ આકારને ધારી લેશે. આવું કાષ્ઠ-પથ્થર વગેરે ઘન પદાર્થો માટે સંભવતું નથી.
આ જ વાત જીવાદિ દ્રવ્યો માટે સમજવી - ક્રોધાકારરૂપે પરિણમેલો આત્મા તરત જ ક્ષમાકારને ધારણ કરી શકે છે. એક જ સમયમાં મનુષ્ય, દેવ બની શકે છે. પરમાણુ વ્યણુકાદિ સ્કંધરૂપતાને ધારી લે છે. ઇત્યાદિ.
અથવા દ્રવ એટલે વહેવું. ઘન પદાર્થ સ્વયં વહેતો નથી, જ્યારે પ્રવાહી સ્વયં વહીને દેશાન્તર પામે છે. તેમ દ્રવ્ય પણ સ્વયં વહીને (રૂપાંતર પામીને) દશાન્તર પામતું રહે છે. માટે જ દ્રવ્યને પ્રવાહી જેવું કહ્યું.
(૨) દૂતે - સ્વપર્યાયરેવ પ્રાપ્યતે મુખ્યતે વા ।।
ભાવાર્થ : જે વસ્તુ પોતાના નવા પર્યાયો વડે પમાય છે અને જુના પર્યાયો વડે મૂકાય છે, તે દ્રવ્ય. જેમકે - ક્રોધી આત્મા ક્ષમાશીલ બને, તો ત્યારે તે આત્મા, ક્રોધ પર્યાય વડે મૂકાય છે અને ક્ષમાપર્યાય વડે સ્વીકારાય છે, એટલે તે આત્માને દ્રવ્ય કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org