________________
MORO
છે
“હું સિદ્ધસ્વરૂપી છું, સામ્ય-કૈવલ્ય-મધ્યથ્ય એ મારું શુદ્ધ સ્વરૂપ છે... સંકલ્પવિકલ્પરહિત કુશળ પ્રશાંતવાહિતા એ મારી નિર્મળ જ્ઞાનપરંપરા છે...” આ પ્રમાણેનું અસ્તિરૂપેનું સંપ્રેષણ, એ સપ્તભંગીનું પહેલું ચરણ જ જણાવે છે ને ? (સ્વ-સ્વરૂપે આત્માનું હોવું; એ જ પહેલો ભાંગો છે...) જ “રાગાદિપરિણતિ એ મારું શુદ્ધ સ્વરૂપ નથી, કર્મના કારણે જે વિષય-કષાય
આશંસા વગેરે થાય છે, એ મારા સહજ ગુણો નથી...' આ પ્રમાણેનું નાસ્તિરૂપનું સંપ્રેષણ, એ સપ્તભંગીનું બીજું ચરણ જ જણાવે છે ને? (પરરૂપે આત્માનું ન હોવું; એ જ બીજો ભાંગો છે..)
આ પ્રમાણે દરેક વિચારણાઓમાં અંતર્ગતરૂપે સપ્તભંગીનું અસ્તિત્વ હોય છે જ... ભલે ભાંગારૂપે તે ધ્વનિત ન થાય, પણ એક વાત નિશ્ચિત છે કે તેના વિના કોઇપણ તત્ત્વવિચારણા થઈ શકે જ નહીં...
આના પરથી સપ્તભંગીની કેટલી આવશ્યકતા છે, એ સહજ જણાઈ આવે છે...
સપ્તભંગી બે પ્રકારે છે : (૧) પ્રમાણસપ્તભંગી, અને (૨) નયસપ્તભંગી... પ્રસ્તુતમાં નયને લઈને વિચારણા કરવાની છે...
વસ્તુના વિશેષબોધ માટે “નય’ એ અત્યંત આવશ્યક ઉપાય છે... જુદા જુદા નયોથી વસ્તુને વિચારવામાં, વસ્તુનો તલસ્પર્શી અને સુવિશદ બોધ પ્રાપ્ત થાય છે. (૧) “રાગ-દ્વેષવિલય' રૂપ એક જ મૂળ મુદ્દો, જુદા જુદા શાસ્ત્રકારો જુદી-જુદી રીતે
સમજાવે... અને તેનાથી વિશેષ-વિશેષ ભાવિત અવસ્થા પ્રાપ્ત થાય - એ પણ
નયશૈલી જ છે ને? (૨) શાલીભદ્રનું એક જ ઉદાહરણ, જુદા જુદા વક્તાઓ જુદી જુદી રીતે રજુ કરે – એ
પણ નયપદ્ધતિ જ છે ને ? (અને તેનાથી વિશેષ-વિશેષ બોધ પ્રાપ્ત થાય એ
પ્રતીતિસિદ્ધ છે.) (૩) “ગૌતમસ્વામી વિનીત હતા” એટલું જ જો કહેવા-જોવામાં આવે, તો તેમના
વિનયગુણની જવલંત પ્રતીતિ ન થાય.. પણ ૫૦ હજાર શિષ્યો હોવા છતાં, પ્રભુવીરના ચરણની બેજોડ ઉપાસના, વીરના વિરહમાં ધ્રુસકે-ધ્રુસકે રુદન...” વગેરે વર્ણવવામાં આવે, તો તેમના સમર્પણભાવ પર અધધધ થઈ જવાય... આ
પણ નયશૈલીનો જ પ્રભાવ છે ને? (૪) એક જ શાસ્ત્રપંક્તિનું દ્રવ્યાનુયોગાદિ જુદા જુદા અનુયોગથી અર્થઘટન... અને
તેના આધારે તેના રહસ્યની પ્રાપ્તિ..., એનાથી પણ નયશૈલીની અતીવ આવશ્યકતા જણાય છે જ ને?
-૦૭
--------
29
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org