________________
* सप्तभङ्गीनयप्रदीपः ___(२६) अथार्थतः पञ्चमभङ्गं प्रादुष्कुर्वन्ति-"स्यादस्त्येव स्यादवक्तव्यम्" इति सदंशपूर्वको युगपत्सदंशा-ऽसदंशाऽनिर्वचनीयकल्पनाप्रधानोऽयं भङ्गः।स्वस्वद्रव्यादिचतुष्टयैर्विद्यमानत्वेऽपि सदंशोऽसदंश इति प्रत्पणां कर्तुमसमर्थेऽस्मिन् भने सर्वं वस्तु जीवादि स्वद्रव्यचतुष्टयापेक्षया समस्त्यपि विधि-प्रतिषेधस्त्याभ्यां वक्तुमनिर्वचनीयम् । अस्त्यत्र प्रदेशे घट:, सदूपा-ऽसदूपाभ्यां यौगपद्येन स्वख्य निर्देष्टुमसमर्थत्वात् विधित्वेऽपि अवक्तव्य इति फलितार्थः पञ्चमो भङ्गः ॥
+ ગુણસૌમ્યા+ (૨૬) હવે ગ્રંથકારશ્રી અર્થપૂર્વક પાંચમો ભાંગો બતાવે છે -
મક સમભંગીનું પાંચમું ચરણ કે (૫) ફ્લેવ થાવજીવ્યમેવ સર્વમ્...
સર્વમ્ = ઘટ, પટ વગેરે બધા પદાર્થો ચાત્ = વિધિધર્મને મુખ્યતાએ કહેવાની અપેક્ષાએ સ્તિ વ = છે જ, અને ત્યારપછી ચાત્ = વિધિ-નિષેધ બંને ધર્મને એકીસાથે મુખ્યપણે કહેવાની અપેક્ષાએ નવજીવ્ય પર્વ = કહી શકાતી જ નથી. આ પ્રમાણે વિધિધર્મને મુખ્ય બતાવવા પૂર્વક એકીસાથે વિધિ-નિષેધ ઉભયધર્મની અપેક્ષાએ અનિર્વચનીયતાની કલ્પના કરવામાં પ્રધાન એવો આ પાંચમો ભાંગો છે.
હવે આ ભાંગાનો ભાવાર્થ જણાવે છે –
પહેલા સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ એમ સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ બધી વસ્તુઓ અસ્તિસ્વરૂપ છે, તો પણ તે વસ્તુનું અસ્તિપણું અને નાસ્તિપણું એમ ઉભયને એકસાથે કહેવાની ઇચ્છા થાય, તો એક શબ્દ વડે યુગપતપણે કહેવાને અશક્ય છે.
એટલે (સ્મિન ભલે -) આ ભાંગામાં જીવ-ઘટ વગેરે બધી વસ્તુઓ, પોતાના દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ હોવા છતાં પણ, વિધિ-નિષેધ બંનેની અપેક્ષાએ કહેવી અશક્ય છે.
આ જ વાતને ઉદાહરણપૂર્વક સમજાવે છે –
દા. ત. આ સ્થળે ઘડો છે, તો પણ તે ઘડાનું સદ્ અને અસ૬ - બંને રૂપે એકીસાથે સ્વરૂપ બતાવવું શક્ય નથી. એટલે ત્યારે વિધિરૂપ = અસ્તિરૂપ પણ ઘડો અવક્તવ્ય બને છે. આવા (= થાયૅવ વવવ્ય પર્વ = ઘટાદિ વસ્તુઓ કથંચિત્ અતિ જ છે અને કથંચિત્ અવક્તવ્ય જ છે – એવા) ફલિતાર્થવાળો પાંચમો ભાંગો સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org