________________
સરા-સુગમ-વિવેચનસમન્વિત: જ
इत्यत्र क्रमेणैव ज्ञानं न युगपदिति, तथैव प्रत्ययत्वात्, समकालावाचकत्वात् । (२५) अवक्तव्यं जीवा-ऽजीवादि वस्तु युगपद्विधिप्रतिषेधविकल्पनया सङ्क्रान्तमेव प्रत्यवतिष्ठते, अस्तित्व-नास्तित्वधर्मविशिष्टोऽपि समकालमस्तित्व - नास्तित्वाभ्यां वक्तुमनिर्वचनीयो घट इति फलितार्थश्चतुर्थो भङ्गः ॥
>
+ ગુણસૌમ્યા
ઉત્તરપક્ષ : તમારી વાત અમે પૂર્વે કહેલી વાતથી ખંડિત થઈ જાય છે, કારણ કે (૧) સમાસ પામેલું એવું રામલક્ષ્મળ રૂપ એક પદ ઉભય અર્થને અવશ્ય જણાવે છે, પણ તે ક્રમશઃ જ જણાવે છે, યુગપણે નહીં. (યુગપત્ બે અર્થને મુખ્યરૂપે જણાવનારો કોઈ શબ્દ જ નથી.)
૨૫
એ જ રીતે (૨) ધવરિ પદ પણ ક્રમશઃ જ ધવ અને ખદિરરૂપ બે અર્થને જણાવે છે, યુગપત્ નહીં. (૩) પિતૌ માં પણ માતૃ શબ્દ અંદર છે જ અને તેથી જ ત્યાં દ્વિવચન આવેલું છે. (માત્ર એકશેષ હોવાથી તેનો લોપ છે.) એટલે તે પદ પણ ક્રમશઃ જ માતા-પિતા અર્થને જણાવે છે.
હ્રાસરૂં એવું કર્મધારયસમાસવાળું પદ પણ યુગપણે બે અર્થને નથી જણાવતો, પણ પહેલાં વિશેષણરૂપ અર્થને જણાવીને પછી જ વિશેષ્યરૂપ અર્થને જણાવે છે.
એટલે અસ્તિત્વ-નાસ્તિત્વ એવું સામાસિક એક પદ પણ ક્રમશઃ જ અસ્તિ-નાસ્તિરૂપ બે અર્થને જણાવવા સમર્થ છે. યુગપત્ તે બેને (= અસ્તિ-નાસ્તિને) જણાવનાર કોઇ શબ્દ ન હોવાથી ‘ચાવ્ત્તવ્ય' ભાંગો લાગુ પડે છે.
(૨૫) હવે ગ્રંથકારશ્રી આ ભાંગાનો ઉ૫સંહાર કરતા જણાવે છે કે –
જીવ, અજીવ વગેરે વસ્તુઓ જ્યારે યુગપદ્ વિધિ અને નિષેધની કલ્પનાથી સંક્રાન્ત થાય, અર્થાત્ જ્યારે એકીસાથે વિધિકલ્પના અને નિષેધકલ્પનાનો વિષય બને, ત્યારે તે વસ્તુ ‘અવક્તવ્ય’ જ રહે છે. અર્થાત્ તેને કોઇ શબ્દોથી કહી શકાતી નથી.
એટલે જીવાદિ વસ્તુઓ, યુગપદ્ અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મથી સંયુક્ત હોવા છતાં પણ, એક જ કાળે અસ્તિત્વ-નાસ્તિત્વ એ બે ધર્મોથી તેને કહી શકાતી નથી. એટલે જ તે જીવઘટ વગેરે અનિર્વચનીય હોઈ અવક્તવ્ય કહેવાય છે, અર્થાત્ ‘ચાવવર્તાવ્યો ઘટ:' ઇત્યાદિ બોલાય છે.. આ પ્રમાણેના ફલિતાર્થવાળો ચોથો ભાંગો થયો.
Jain Education International
ગંધહસ્તી વગેરે કેટલાક આચાર્યો આ ભાંગાને ત્રીજો ભાંગો અને ત્રીજા ભાંગાને ચોથો ભાંગો કહે છે. એવું કહેવામાં પણ કોઇ દોષ નથી, કારણ કે બંને વિચારોમાં કોઈ અર્થભેદ નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org