________________
→ સરત-સુગમf-વિવેચનક્ષમન્વિતઃ
"जावइया वयणपहा तावइया चेव हुंति नयवादा। जावइया नयवादा तावइया चेव हुंति परसमया" ॥
[વિશે૦ ૦ ૪૯ ]
इति व्यासतो नयान् प्रवक्तुं न शक्यते । ( ३९ ) समासतो नयं प्रकटयन्ति-सा દ્રવ્યાધિ:, પર્યાયાધિથી; યતુમ્ -
ગુણસૌમ્યા
૪૩
આ વિશે કહ્યું છે કે -
“જેટલા વચનમાર્ગ છે, તેટલા જ નયવાદ છે. અને જેટલા નયવાદ છે, તેટલા (એકાંત માનવાથી અરસપરસ નિરપેક્ષપણે પ્રવર્તનારા) પરસમયો-પરદર્શનો છે.”
(સન્મતિતર્ક - ૩/૪૭, વિશેષાવશ્યકભાષ્ય-૪૫૧)
તાત્પર્ય : વસ્તુના જુદા જુદા અનેક અંશોને લઇને, તે વસ્તુનાં જેટલાં નિરૂપણો થાય, તેટલા જ નયવાદો હોઈ શકે છે. અને જેટલા નયવાદો, તેટલા જ (તે નયોને એકાંતે પકડવા દ્વારા અને તેનાથી બીજા નયોનો અપલાપ કરવા દ્વારા) પરદર્શનો બને છે.
આ પ્રમાણે તો વસ્તુના અનેક ધર્મો હોવાથી, તે અનેક ધર્મોને જણાવનારા નયો પણ અનેક થાય ! અને વિસ્તારથી આવા અનેક પ્રકારના નયો કહેવા તો શક્ય નથી. એટલે આ ગ્રંથમાં પહેલા પ્રકારના નયનું નિરૂપણ તો નહીં કરવામાં આવે.
(૨) હવે જે નયો અને તેના ભેદો સંક્ષેપથી જણાવાય, તેને સમાસનય - સંક્ષેપનય કહેવાય. .
(૩૯) હવે સંક્ષેપનયના કેટલા પ્રકાર ? તે કહે છે -
સમાસનય-સંક્ષેપનયના મુખ્ય બે પ્રકાર છે : (૧) દ્રવ્યાર્થિકનય, અને (૨) પર્યાયાર્થિકનય. આ વિશે જણાવ્યું છે કે -
“બધા નયોનો મૂળભેદ નિશ્ચયનય અને વ્યવહારનય છે, તેમાં નિશ્ચયનયને સાધવાનું કારણ - દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જાણો.”
Jain Education International
વસ્તુના દ્રવ્ય અને પર્યાયરૂપ બે અંશમાં જ બાકીના અંશોનો સમાવેશ થઇ જાય છે, એટલે જ્ઞાતાઓનો અભિપ્રાય પણ બેમાંથી કોઇ એક અંશને લઇને જ ઉદ્ભવે અને તેથી જ અભિપ્રાયરૂપ નયના બે પ્રકાર કહ્યા.
સંદર્ભ : સૌ પ્રથમ ગ્રંથકારશ્રી ‘દ્રવ્ય’ કોને કહેવાય ? તે જણાવી પછી દ્રવ્યાર્થિકનયનું
For Personal & Private Use Only
www.jainelibrary.org