________________
* सरल-सुगम-विवेचनसमन्वितः अंशा वा नीयते-प्राप्यते, इतरांशौदासीन्यभावेन स नयः, 'अंशः' इत्येकवचनं जातावेकवचनम् । तदितरांशप्रतिक्षेपे तु तदाभासताप्रसङ्गः, (३५) तदुक्तं पञ्चाशति
+ ગુણસૌમ્યા+ શબ્દાર્થઃ કૃતારàપ્રમાવિષથીતીર્થયે=આગમ પ્રમાણ વડેવિષય કરાયેલા એવા પદાર્થના સંશ: = જે એક કે ઘણાં અંશો, તે ડૂતરાંશલાલીચત: = બીજા અંશની ઉદાસીનતાપૂર્વક ચેન = જે પ્રત્યક્ષાદિ પ્રમાણથી નિત્તે=જણાય, સમિપ્રવિરોષ =તે પ્રત્યક્ષાદિ પ્રમાણરૂપ અભિપ્રાયવિશેષ ન: = નય કહેવાય છે. અને જો બીજા અંશનો અપલાપ કરે, તો તે નયાભાસ થવાનો પ્રસંગ આવે!
વિવેચનઃ આમ પુરુષો વડે બોલાયેલાં કે બોલાતાં વાક્યોને શ્રુતપ્રમાણ = આગમપ્રમાણ કહેવાય છે, આવા પ્રમાણના વિષય બનેલા પદાર્થોને કૃતાર્થપ્રમાવિષયકૃત કહેવાય.
તો આવા શ્રુતપ્રમાણના વિષય બનેલા પદાર્થના એક અંશ, બે અંશો અથવા બહુ અંશો, પ્રયોજનસાધક એવા ગૌણ-મુખ્યભાવે જે પ્રત્યક્ષાદિ પ્રમાણવિશેષથી જણાય, તે પ્રત્યક્ષાદિ પ્રમાણવિશેષ જો બીજા અંશો તરફ ઉદાસીનતાવાળો હોય, તો તે નય કહેવાય છે.
પ્રશ્ન : પ્રત્યક્ષાદિ તો પ્રમાણરૂપ છે, તેને નય શી રીતે કહેવાય?
ઉત્તર : વસ્તુના એક અંશને મુખ્યપણે લઈને પ્રવર્તનારા પ્રત્યક્ષ વગેરે વાસ્તવમાં પ્રમાણ નથી, પણ નય જ છે.
પ્રશ્ન : પણ લોકમાં તો તેઓને પ્રમાણ તરીકે મનાય છે ને?
ઉત્તરઃ તે વ્યવહારથી સમજવું. વ્યવહારથી તતિ તસ્વીરત્વ=તેવાં સ્વરૂપવાળી વસ્તુમાં તે સ્વરૂપને લઇને જ્ઞાન કરવું” – એ પ્રમાણનું લક્ષણ છે. અને આવું પ્રમાણનું લક્ષણ તો નયોમાં પણ માન્ય છે જ (કારણકે નયો પણ વસ્તુનાં તે તે સ્વરૂપને લઈને જ પ્રવર્તે છે.)
એટલે વ્યવહારથી પ્રમાણરૂપ પણ પ્રત્યક્ષાદિ, જો વસ્તુના એકાંશને લઇને પ્રવર્તનાર હોય, તો નિશ્ચયથી તેઓ નય જ કહેવાય છે. (પ્રમાણ નહીં.) એમ સમજવું.
હવે જો તે અભિપ્રાય વિશેષ બીજા અંશોનો અપલાપ કરનાર હોય, તો તે તદાભાસ = નયાભાસ કહેવાય છે.
જેમકે – કટક, કેયૂર અને કંકણ આ ત્રણે વસ્તુઓ આકારવિશેષથી જુદી જુદી છે. એટલે એ ત્રણેને આકારવિશેષથી જુદી જુદી માને, તો તે નય કહેવાય. પણ તે ત્યાં સુધી જ નય કહેવાય કે જયાં સુધી સુવર્ણરૂપે રહેલી અભિન્નતાનો અપલાપ ન કરે.
૧. અહીં જાતિની અપેક્ષાએ એકવચન સમજવું. જેમકે ચોખા ઘણા હોય, તો પણ ચોખારૂપ એક જાતિને લઈને
શાન્તિઃ' એવો પ્રયોગ થાય છે જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org