________________
* सप्तभङ्गीनयप्रदीपः (૩૨) પુન: શાસ્ત્રીય ?, :, માત્મ0w, અર્થ, સન્યા , ૩૫ર:, गुणिदेशः, संसर्गः, शब्द इत्यष्टौ । सङ्ग्रहश्च -
ના-ડડત્મશ્ન-સમ્બન્યા:, સંપ િતથા શિ -ડર્થ-જ્ઞાશેત્યષ્ટ નાયઃ મૃતા:” iાણા विशेषार्थजिज्ञासुभिः स्याद्वादरत्नाकरे लघुवृत्तौ च द्रष्टव्यमिति ॥
ત્તિ સમસમર્થનઃ પ્રથમ: સ ..
+ ગુણસૌમ્યા ...... (૫) સપ્તભંગીના સાતે ભાંગાની સકલાદેશરૂપે વિવક્ષા કરો, તો તે પ્રમાણસપ્તભંગી કહેવાય છે.
(૬) સપ્તભંગીના સાતે ભાંગાની વિકલાદેશરૂપે વિવક્ષા કરો, તો તે નયસપ્તભંગી કહેવાય
(૩૨) હવે કાળાદિ આઠ દ્વારા ક્યા? કે જે દ્વારોને આશ્રયીને ધર્મ-ધર્મીનો ભેદ-અભેદ જણાવાય છે. તે મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે –
(૧) કાલદ્વાર, (૨) આત્મરૂપ = સ્વરૂપ ધાર, (૩) અર્થદ્વાર, (૪) સંબંધદ્વાર, (૫) ઉપકારદ્વાર, (૬) ગુણીદેશદ્વાર, (૭) સંસર્ગદ્વાર, અને (૮) શબ્દદ્વાર.
આ વિશે સંગ્રહશ્લોક કહ્યો છે કે –
“કાળ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણીદેશ, સંસર્ગ અને શબ્દ-એમ કાળાદિ આઠ દ્વારા શાસ્ત્રોમાં સમજાવેલાં છે.”
હવે આપણે કાળ વગેરે આઠ દ્વારોથી અભેદ-ભેદ કેવી રીતે ઘટે? તે વિચારીએ -
(૧) કાળદ્વાર - જીવ-અજીવ વગેરે સર્વ વસ્તુઓ કથંચિત્ અસ્તિ છે, અહીં વસ્તુમાં જે કાળે અસ્તિત્વ ધર્મ છે, તે જ કાળે બાકીના અનંત ધર્મો પણ એ વસ્તુમાં છે જ. એટલે અસ્તિત્વધર્મ, બાકીના અનંત ધર્મની સાથે એક વસ્તુમાં એકકાળે સાથે વર્તે છે.. આ રીતે અસ્તિત્વધર્મની અને શેષધર્મોની કાળની અપેક્ષાએ અભેદવૃત્તિ થઈ.
(૨) આત્મરૂપદ્વાર - અસ્તિત્વ ધર્મ એ જીવાદિનો ગુણ છે. એટલે (તત્ત્વ =) જીવાદિ દ્રવ્યોના ગુણપણું જેમ અસ્તિત્વધર્મનું સ્વરૂપ છે, તેમ તે અન્યધર્મોનું પણ સ્વરૂપ છે જ. આ પ્રમાણે તગુણત્વસ્વરૂપને લઈને અસ્તિત્વ અને અન્યધર્મોની અભેદવૃત્તિ થઈ.
(૩) અર્થદ્વાર - અર્થ એટલે આધાર, અસ્તિત્વ નામના ધર્મનો આધાર જે જીવાદિ પદાર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org