________________
૩૫
* सरल-सुगम-विवेचनसमन्वितः છે, તે જ પદાર્થ બીજા ધર્મોનો પણ આધાર છે જ. એટલે આ પ્રમાણે આધાર દ્વારા બધા ધર્મોની અભેદવૃત્તિ થઈ.
(૪) સંબંધદ્વાર - અહીં કથંચિત્ તાદાભ્ય સબંધ સમજવો, ઘટ-પટાદિ ધર્મીની સાથે જેમ અસ્તિત્વધર્મનો કથંચિત્ તાદાભ્ય સંબંધ છે, તેમ બાકીના અનંતધર્મોનો પણ કથંચિત્ તાદાભ્ય સંબંધ છે જ. આમ કથંચિત્ તાદાભ્યસંબંધની અપેક્ષાએ બધા ધર્મોની અભેદવૃત્તિ થઈ.
(૫) ઉપકાર - અસ્તિત્વધર્મ, જેમ વસ્તુનું હોવાપણું જણાવવા દ્વારા વસ્તુ પર ઉપકાર કરે છે, તેમ બાકીના ગુણધર્મો પણ પોતપોતાનો નિયત કરેલો ભાવ જણાવવા દ્વારા તે-તે રૂપે વસ્તુ પર ઉપકાર કરે છે જ. આ પ્રમાણે ઉપકાર કરવારૂપે બધા ધર્મોની અભેદવૃત્તિ થઈ.
(૬) ગુણીદેશદ્વાર - દ્રવ્યની સાથે સંબંધ રાખનારા અસ્તિત્વગુણનું જે ક્ષેત્ર છે, તે જ ક્ષેત્ર અન્યગુણોનું પણ છે જ. એટલે અસ્તિત્વ અને અન્યગુણો બંને ગુણી સંબંધી એક જ દેશમાં વર્તતા હોવાથી ગુણીદેશ વડે પણ તે બધાની અભેદવૃત્તિ જાણવી.
(૭) સંસર્ગદ્વાર - વસ્તુસ્વરૂપની સાથે અસ્તિત્વધર્મનો જે સંસર્ગ છે, તે જ સંસર્ગ બાકીના ધર્મોનો પણ ઘટમાં છે જ. આમ સંસર્ગ વડે બધાની અભેદવૃત્તિ થઈ.
(૮) શબ્દદ્વાર - વસ્તુમાં રહેલા અસ્તિધર્મનો વાચક જેમ “અસ્તિ” શબ્દ છે, તેમ તેમાં રહેલા બીજા અનંત ધર્મોના વાચક પણ તે તે શબ્દો છે જ. આમ બધા ધર્મોના વાચક શબ્દો હોવાથી, તે અપેક્ષાએ તેઓની અભેદવૃત્તિ થઇ.
હવે જ્યારે દ્રવ્યાર્થિકનયને ગૌણ બનાવી પર્યાયાર્થિક નયને પ્રધાન કરવામાં આવે, ત્યારે એક વસ્તુમાં રહેલા અનંત ધર્મોનો, કાળાદિ આઠ દ્વારો વડે મુખ્યતાએ ભેદ જણાવાય છે.
દા.ત. શબ્દદ્વાર - અસ્તિશબ્દ જે પ્રમાણે અસ્તિત્વધર્મનો વાચક છે, તે પ્રમાણે નાસ્તિત્વાદિ ધર્મનો વાચક નથી. (નાસ્તિત્વાદિ ધર્મોનો વાચક “નાતિ' વગેરે જુદા જુદા શબ્દો છે.) આમ બધા ધર્મોનો શબ્દથી ભેદ જણાવાયો.
આ જ પ્રમાણે બાકીના સાત દ્વારોથી પણ ભેદ જાણવો. હવે ગ્રંથકારશ્રી આ વિશેની વિસ્તૃત માહિતી મેળવવા માટે દિશાસૂચન કરે છે –
સાત ભાંગા, સકલાદેશ-વિકલાદેશ, કાળ વગેરે દ્વારોને લઇને ભેદ-અભેદ વગેરેની વિસ્તૃત માહિતીને મેળવવા જિજ્ઞાસુઓએ સ્યાદ્વાદરત્નાકર અને તેની લઘુવૃત્તિ-રત્નાકરાવતારિકાનું અવલોકન કરવું.
૧. સંબંધદ્વાર અને સંસર્ગદ્વાર - આ બેમાં શું તફાવત? તેની જાણકારી રત્નાકરાવતારિકા - ૪/૪૪માંથી મેળવી
લેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org