________________
સાલ-સુગમ-વિવેચનસમન્વિત:
यौगपद्येन स्वस्रूपं निर्देष्टुमशक्यत्वादवक्तव्यम्, इति स्फुटार्थः, इत्यतः 'स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यम्' इति भङ्गेनोपदर्श्यत इति ॥
( २९ ) नन्वेकस्मिन् वस्तुनि अनन्तधर्मकल्पनाऽङ्गीकारादनन्तभङ्गीप्रसङ्ग इति ? तत्रोक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे चतुर्थपरि०- “एकत्र वस्तुनि विधीयमान- निषिध्यमानानन्त+ ગુણસૌમ્યા+
૨૯
દા. ત. આ સ્થલે પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ ઘડો છે, બીજાના દ્રવ્યાદિની અપેક્ષાએ ઘડો નથી, અને તે ઘડાનું વિધિ-નિષેધ બંને રૂપે એકીસાથે સ્વરૂપ બતાવવું અશક્ય છે. એટલે ત્યારે વિધિરૂપ = અસ્તિરૂપ અને નિષેધરૂપ = નાસ્તિરૂપ પણ ઘડો અવક્તવ્ય બને છે.
=
આવા (= સ્વાસ્યેવ સ્વાન્નાવ સ્વાવòવ્ય વ ઘટાદિ વસ્તુઓ કથંચિદ્ અસ્તિ જ છે, કથંચિત્ નાસ્તિ જ છે અને કથંચિદ્ અવક્તવ્ય જ છે - એવા) ફલિતાર્થવાળો સાતમો ભાંગો સમજવો. (આ ભાંગાના આધારે ભાવાર્થમાં કહેલો સ્પષ્ટાર્થ બતાવાય છે.)
ગ્રંથકારશ્રીએ ‘સ્વાસ્યેવ સ્યાન્નાસ્યેવ સ્થાવત્તવ્યમિતિ' એવું જણાવ્યા પછી એક વધુ ‘રૂતિ’ શબ્દ મૂક્યો છે, તે સપ્તભંગીની સમાપ્તિ જણાવે છે.
(૨૯) આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ સપ્તભંગીનું સુવિશદ સ્વરૂપ બતાવ્યું. હવે આ વિશે પૂર્વપક્ષની આશંકાનું નિરાકરણ કરવા મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે –
* અનંતભંગી ન થાય
પૂર્વપક્ષ ઃ એક વસ્તુમાં અનંતો ધર્મો હોવાથી તે તે ધર્મને લઇને પ્રવર્તનારા ભાંગા પણ અનંત થાય અને તો અનંતભંગી થવાનો પ્રસંગ આવે ! (ફલતઃ સપ્તભંગી અસંગત બને.)
::
સ્યાદ્વાદી : આવી શંકા કરવી યોગ્ય નથી, કારણ કે પરસ્પર વિરોધી એવા નિત્યાનિત્યાદિ જોડકારૂપ પર્યાયને આશ્રયીને એક વસ્તુમાં માત્ર સાત જ ભાંગા થાય છે, અનંત ભાંગાઓ નહીં. હા, પરસ્પર વિરોધીધર્મના યુગલો અનંત હોવાથી એ રીતે અનંત સમભંગીઓ થાય એ તો અમને ઇષ્ટ જ છે.
આશય એ કે, દરેક વસ્તુમાં અનંત ધર્મો હોવાના જ, તેમાંના એકેક જોડકારૂપ પર્યાયને આશ્રયીને વિધિ અને નિષેધના ઉપર જણાવ્યા મુજબ વ્યસ્ત કે સમસ્ત વિકલ્પો પાડવા દ્વારા સાત ભાંગા જ સંભવે, અનંત ભાંગા નહીં. છતાં ધર્મો અનંત હોવાથી એકેક જોડકારૂપ ધર્મને આશ્રયીને અનંતી સપ્તભંગી થાય – એમ જાણવું.
-
આ વિશે પ્રમાણનયતત્ત્વાલોકના ચોથા પરિચ્છેદમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ સાથે જણાવ્યું છે
કે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org