________________
* सप्तभङ्गीनयप्रदीप: नास्तित्वमभिधीयते, यथा घटः स्वद्रव्यचतुष्टयैरस्तित्वेन सिद्धः, तथा मुद्गरसंयोगादिना नष्टः सन् नास्तित्वरूपेण सिद्धो भवति, अस्तित्वस्य नास्तित्वाविनाभावित्वात् । (१७) तथा च क्षणविनश्वराणां भावानामुत्पत्तिरेव विनाशे कारणमिष्यते, तदुक्तम् -
+ગુણસૌમ્યાહોવું તે “અન્વય' ! અને કારણના ન હોવામાં કાર્યનું પણ ન હોવું તે “વ્યતિરેક !)
હવે પ્રસ્તુતમાં વિચારીએ -
જેમ ઘડો પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઇને “અસ્તિ' રૂપે સિદ્ધ છે, તેમ તે મુગર વગેરે લાગવાથી ભાંગી જઇને નષ્ટ થવા દ્વારા “નાસ્તિ' રૂપે પણ સિદ્ધ થાય છે. કારણ કે અસ્તિત્વ તે નાસ્તિત્વને અવિનાભાવી છે. જેનું અસ્તિત્વ, તેનું નાસ્તિત્વ પણ હોય છે જ.)
આશય એ કે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લઈને ઘડાનું જે નિયત અસ્તિત્વ છે, તે જ અસ્તિત્વ, પોતાના માટી વગેરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ન હોવામાં નાસ્તિત્વરૂપ કહેવાય છે. (હથોડો લાગવાથી જ્યારે ઘડો તૂટી જાય, ત્યારે તેના પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ન રહે અને તેથી જ તે ઘડાનો અભાવ થયો કહેવાય.)
આમ અસ્તિત્વ-નાસ્તિત્વ બંને અવિનાભાવી છે. ઘડાનું અસ્તિત્વ છે, તો તેનું નાસ્તિત્વ પણ છે જ.
જ અસ્તિત્વ-નાસ્તિત્વનું કારણ એક જ જ (૧૭) વળી ક્ષણવિનાશી પદાર્થોની ઉત્પત્તિ તે જ તેઓના વિનાશનું કારણ મનાય છે.
તાત્પર્ય જે વસ્તુની ઉત્પત્તિ થાય, તેનો નાશ પણ થાય છે જ. તો આ નાશ શેનાં કારણે? વસ્તુ ઉત્પન્ન થઇ, તેનાં કારણે જ ને? જો વસ્તુ ઉત્પન્ન જ ન થઈ હોત, તો શું વિનાશ થઇ શકત? નહીં જ. એટલે સ્પષ્ટ જણાય છે કે – વસ્તુની ઉત્પત્તિ જ ઘટાદિ વસ્તુના વિનાશનું કારણ છે.
આ વિશે કહ્યું છે કે -
ઘટ-પટાદિ પદાર્થોની ઉત્પત્તિ જ તેમના વિનાશનું કારણ મનાય છે. જે ઉત્પન્ન થયો અને નાશ ન પામ્યો, તેવો કોઈ પદાર્થ જ હોતો નથી.”
અર્થાત્ ઉત્પન્ન થનારો પદાર્થ નાશ પામે જ. એટલે જ વસ્તુની ઉત્પત્તિ, વસ્તુના વિનાશનું
૧. આ બધી વાતો યાદ્વાદ-અંતર્ગત ઋજુસૂત્ર નયથી સમજવી. ઋજુસૂત્રનય માત્ર વર્તમાનકાલીન વસ્તુને માને
છે અને તે વસ્તુના ક્ષણે ક્ષણે ઉત્પાદ-વ્યય માને છે. તેના મતે તો સિદ્ધપણું પણ ક્ષણે ક્ષણે વ્યય પામે છે, બદલાયા કરે છે. એટલે ઉત્પાદ-વ્યય બંને નિયત અવિનાભાવી હોવાથી, ઉત્પાદ તે વ્યયનું કારણ બની જ શકે છે. બાકી વ્યવહારનયથી તો હથોડા વગેરે પણ વ્યય-વિનાશનું કારણ છે જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org