________________
♦ સત-મુામ-વિવેચનસમન્વિત:
प्रधानविधानविवक्षायां तादृक्शब्दस्या[ भावेना ]निर्वचनीयत्वादवक्तव्यं घटादि वस्तु, (२२) तस्य विधिप्रतिषेधधर्माक्रान्तस्यापि युगपद्द्वयधर्मस्यावक्तव्यरूपत्वाद् युगपद्विरुद्धद्वयधर्मस्याप्रयोगः शीतोष्णयोरिव सुखदुःखयोरिवानयोः क्रमेणैवार्थप्रत्यायने · ગુણસૌમ્યાન
અને નિષેધધર્મનું (અસ્તિત્વ-નાસ્તિત્વનું) એકી સાથે વિધાન અને નિષેધ ક૨વાની જ્યારે વિવક્ષા હોય, ત્યારે તેવો કોઈ શબ્દ જ ન હોવાથી તે પદાર્થ કહી શકાતો ન હોવાથી ઘટાદિ વસ્તુઓ અવક્તવ્ય થાય છે.
૨૧
આ જ વાતને ઉદાહરણ અને ઉપનયપૂર્વક સમજાવે છે -
(૨૨) શબ્દાર્થ : વિધિધર્મ અને પ્રતિષેધધર્મથી વ્યાપ્ત પણ વસ્તુના બંને ધર્મો એકી સાથે કહી શકાય નહીં અને તેથી જ બેવિરુદ્ધ ધર્મોનો પ્રયોગ એકી સાથે ન થાય. આનું કારણ એ જ કે - (બે વિરુદ્ધ ધર્મો) શીત-ઉષ્ણ અને સુખ-દુઃખની જેમ ક્રમે કરીને જ અર્થને જણાવવામાં સમર્થ છે, એકી સાથે નહીં.
વિવેચન : અહીં આપણે પહેલા ઉદાહરણ સમજી લઇએ – (૧) એક જ ચૈત્ર, અપેક્ષાવિશેષે એકસમયે મુખ્યપણે સુખી હોય અને અપેક્ષાવિશેષે તે જ સમયે મુખ્યપણે દુઃખી હોય - તેવું બની શકે છે, તે છતાં તેના સુખ-દુઃખરૂપ બે વિરોધી ધર્મો એકી સાથે કહી શકાતા નથી, હા, ક્રમશઃ કહી શકાય કે શરીરની અપેક્ષાએ સ્વસ્થ હોઈ ચૈત્ર સુખી છે અને મનની અપેક્ષાએ ચિંતા વગેરેથી ગ્રસ્ત હોઇ ચૈત્ર દુઃખી છે.
તે જ રીતે –
૧
(૨) એક જ વસ્તુ (= પાણી) અપેક્ષાવિશેષે એકસમયે મુખ્યપણે ઉષ્ણ હોય અને અપેક્ષાવિશેષે તે જ સમયે મુખ્યપણે શીત પણ હોઈ શકે છે. પણ તે છતાં તેના (શીતઉષ્ણરૂપ) બંને ધર્મો એકી સાથે કહી શકાતા નથી.
તો જેમ અહીં શીત-ઉષ્ણ, સુખ-દુ:ખ વગેરે બે વિરોધી ધર્મો એકીસાથે હોવા છતાં પણ, તે બેનું મુખ્યરૂપે એકીસાથે એકશબ્દથી કથન થઇ શકતું નથી, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. અર્થાત્ અસ્તિ-નાસ્તિ એવા બે ધર્મો એક વસ્તુમાં હોવા છતાં પણ, તે બેનું એકીસાથે એક શબ્દ દ્વારા કથન થઇ શકે નહીં. અને એટલે જ વસ્તુ અનિર્વચનીય બનવાથી ‘ચાવવòવ્ય' એવો ભાંગો લાગે છે.
૧. પ્રશ્ન ઃ એક વસ્તુ એક જ સમયે મુખ્યપણે શીત અને મુખ્યપણે ઉષ્ણ કેવી રીતે ઘટે ?
ઉત્તર ઃ જુઓ – ગરમ પાણીના ત્રણ ઘડા છે : (૧) એકમાં નવસેકું પાણી, (૨) બીજામાં કંઇક વધારે ગરમ પાણી, (૩) અને ત્રીજામાં તેનાથી પણ વધુ ગરમ પાણી. હવે બીજા ઘડામાં જે પાણી છે, તે પહેલા ઘડાના પાણીની અપેક્ષાએ ગરમ છે, અને તે જ વખતે તે ત્રીજા ઘડાના પાણીની અપેક્ષાએ શીત છે. આમ બીજા ઘડાના પાણીમાં શીત-ઉષ્ણ બંને ધર્મો પ્રધાનપણે વર્તે છે, તો પણ તે બે ધર્મોનું કોઇ એક શબ્દથી જ મુખ્યરૂપે પ્રતિપાદન થઈ શકતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org