________________
સરા-સુગમ-વિવેચનસમન્વિત:
>
तत एवकार-स्यात्कारयोः सप्तस्वपि भङ्गेषु ग्रहणं प्रतिपत्तव्यम् । विधिप्रधानत्वाद् विधिरेव प्रथमो भङ्गः ।
(१५) अथार्थतो द्वितीयभङ्गं प्रदर्शयन्ति-स्यान्नास्त्येवेति निषेधप्रधानकल्पनयाऽयं भङ्गः । ( १६ ) यदेव नियतं साध्यसद्भावेऽस्तित्वं तदेव साध्याभावे साधनस्य + ગુણસૌમ્યા+
આ પ્રમાણે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુની વિધિને (= વસ્તુના અસ્તિત્વને) મુખ્યપણે જણાવતો હોવાથી, ‘સ્થાવસ્ચેવ સર્વમ્’ એવો પહેલો વિધાનાત્મક ભાંગો સમજવો.
(૧૫) હવે મહોપાધ્યાયજી મહારાજ બીજા ભાંગાને અર્થપૂર્વક જણાવે છે - * સપ્તભંગીનું બીજું ચરણ
(૨) સ્વાન્નાસ્યેવ સર્વમ્... સર્વમ્ = ઘટ, પાદિ દરેક વસ્તુઓ સ્યાત્ = અપેક્ષાએ નાસ્ત્રેવ = નથી જ. આવા પ્રકારની નિષેધની કલ્પના દ્વારા બીજો ભાંગો સમજવો.
પહેલો ભાંગો અસ્તિત્વનો બતાવ્યો. હવે આવું અસ્તિત્વ, નાસ્તિત્વને અવિનાભાવી હોય છે. (અર્થાત્ જ્યાં અસ્તિત્વ હોય, ત્યાં નાસ્તિત્વ પણ હોય છે જ.) એટલે નાસ્તિત્વને બતાવનાર બીજો ભાંગો પણ અત્યંત આવશ્યક છે.
૧૫
(૧૬) હવે સૌ પ્રથમ ગ્રંથકારશ્રી, અસ્તિત્વ અને નાસ્તિત્વનો અવિનાભાવ શી રીતે ? તે જણાવે છે –
* અસ્તિત્વ-નાસ્તિત્વનો અવિનાભાવ
નિયમઃ સાધ્યના હોવામાં સાધનનું જે નિયત અસ્તિત્વ છે, તે જ અસ્તિત્વ, સાધ્યના ન હોવામાં સાધનના નાસ્તિત્વરૂપ કહેવાય છે.
–
વિવેચન : (૧) સાધ્ય વહ્નિ = કારણ, અને (૨) સાધન ધૂમ = કાર્ય. હવે અહીં સાધ્યના = અવિકલ કારણરૂપ વતિના હોવામાં, સાધનનું = કાર્યરૂપ ધૂમનું જે નિયત (ચોક્કસ) અસ્તિત્વ છે, તે જ અસ્તિત્વ (= હોવાપણું), સાધ્યના = અવિકલ કારણરૂપ વહ્નિના ન હોવામાં, સાધનના = ધૂમરૂપ કાર્યના નાસ્તિત્વરૂપ (= ન હોવા રૂપ) કહેવાય છે.
=
Jain Education International
=
બીજું ઉદાહરણ – દૂધમાં સાકરના હોવામાં જે મધુરતાનું અસ્તિત્વ છે, તેને જ સાકરના ન હોવામાં મધુરતાનાં નાસ્તિત્વરૂપ કહેવાય છે.
આને જ નવ્યન્યાયની પરિભાષામાં અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ કહે છે. જેની ચોક્કસ અન્વય વ્યાપ્તિ હોય, તેની વ્યતિરેક વ્યાપ્તિ પણ હોય જ. (કારણના હોવામાં કાર્યનું
For Personal & Private Use Only
www.jainelibrary.org