________________
* सरल-सुगम-विवेचनसमन्वितः (१४) तथाप्यस्त्येव कुम्भ इत्येतावन्मात्रोपादाने कुम्भस्य स्तम्भाद्यस्तित्वेनापि सर्वप्रकारेणास्तित्वप्राप्तेः प्रतिनियतस्वख्यानुपपत्तिः स्यात्, तत्प्रतिपत्तये 'स्याद्'
-~+ગુણસૌમ્યા+ વિવેચનઃ ‘આ’ શબ્દથી કથંચિત્ = કોઈક અપેક્ષાએ, એવું જણાઈ જવા છતાં પણ, જો એવકાર ન મૂકીએ, તો ઉપરોક્ત ઉલ્લેખવાળો ચોક્કસ ભાંગો ન પકડાય. તે આ પ્રમાણે –
જો “થતિ' એટલું જ કહીએ, તો ઘટાદિ “સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અતિ જ છે' એવો ચોક્કસ અર્થ નહીં પકડાય. અને પ્રતિનિયત અર્થ ન પકડાવાથી “અસ્તિની જેમ નાસ્તિ પણ કદાચ હશે તો? એવી આશંકા રોકી શકાય નહીં. અને તેથી તો ઘડો પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ નથી – એવું પણ ફલિત થાય એટલે તો ઘડાનું માટીસ્વરૂપ અનુપપન્ન બને !)
હવે જો એવકાર લખીએ, અર્થાત્ “ચાર્ક્સવ' એવો પ્રયોગ કરીએ, તો ચોક્કસ અર્થ પકડાય કે – ઘડો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિ જ છે. અને આવો ચોક્કસ અર્થ પકડાવાના કારણે તે અપેક્ષાએ ઘડાનું નાસ્તિપણું ન રહે. (ફલતઃ તેનું પોતાનું માટીસ્વરૂપ અનુપપન્ન ન
બને.)
એટલે નિશ્ચિત અર્થને પકડવા માટે અવધારણ કરવું જોઇએ, નહીં તો અનભિપ્રેત અર્થ પણ આવી જવાનો પ્રસંગ આવે !
આ વિશે કહ્યું છે કે -
અનિષ્ટ અર્થની નિવૃત્તિ માટે વાક્યમાં અવધારણ તો કરવું જ જોઇએ, અન્યથા (= જો અવધારણ ન કરીએ તો) એ વાક્ય કોઇક સ્થળે (અને કોઇક કાળે) અકથિતની સાથે સમાન થઈ જશે ! (એટલે કે અસ્તિને કહેનારું આ વાક્ય નહીં કહેલાં એવાં નાસ્તિની સાથે પણ સમાન થઇ જશે ! અને એવું થવાથી વસ્તુનું પ્રતિનિયત સ્વરૂપ ન રહેતાં સ્વરૂપ હાનિ જ થાય.)” (રત્નાકરાવતારિકા ૪/૧૫ની વૃત્તિ)
એટલે ચાવધૈવ વગેરેમાં એવકાર મૂકવું આવશ્યક છે, એવું ફલિત થયું. (૧૪) હવે ‘ચાત્' શબ્દ કેમ મૂક્યો? તેની સાર્થકતા જણાવે છે –
ચૂક થાત્ કારની આવશ્યકતા કે જો પવાર મૂકી ચાત્ શબ્દ ન મૂકીએ, અર્થાત્ “પ્રત્યેવ પટઃ = ઘડો છે જ એટલું જ માત્ર ૨. વિક્વેવ' અને ‘શાસ્ત્રીયૅવ' એમ એવકાર ન મૂકીએ, તો ક્રમશઃ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ પણ નાસ્તિપણું
અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ પણ અસ્તિપણું – એવો અનભિપ્રેત અર્થ પ્રાપ્ત થાય ! એટલે નિયત સ્વરૂપની ઉપપત્તિ માટે એવકારનો પ્રયોગ આવશ્યક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org