________________
O.
(૫) બાળકને “આવું કરજે ને આવું ન કરતો” એમ સામાન્યથી માતા દ્વારા કહેવાતું
વિધિ-નિષેધરૂપ વાક્ય પણ એટલું અસર નથી કરતું કે જેટલું વિશેષ-વિશેષ અપેક્ષાએ સમજાવવામાં અને સામ-દામ-દંડાદિ રૂપે રજુ કરવામાં અસર કરે
છે...
એટલે નયોનું પરિશીલન વિશેષ-વિશેષ બોધ માટે થાય છે - એ સ્પષ્ટ છે.. એટલે જ...
સ્વનામધન્ય પરમપૂજય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સપ્તભંગી અને નયનું સ્વરૂપ સમજાવવા “સપ્તભંગીનયપ્રદીપ' નામની એક નાનકડી અવ્વલ કૃતિનું સર્જન કર્યું છે...
નરહસ્ય, અનેકાંતવ્યવસ્થા, નયોપદેશ, સ્યાદ્વાદકલ્પલતા વગેરે-વગેરે નયાદિવિષયક અનેક ગ્રંથોનું સર્જન કરી, કોઇપણ જીવ પ્રસ્તુત વિષયની જાણકારીથી બાકાત ન રહી જાય એ માટે, નાનાથી લઈને વિદ્વાન સુધીના બધા જીવો પર બેજોડ અનુગ્રહ કર્યો છે, એ મહાપુરુષે ! શતશઃ વંદન, એમના સફળ સત્કાર્યને !
પ્રસ્તુત ગ્રંથમાં, પૂજય મહોપાધ્યાયજી મહારાજે અનેક રસપ્રદ વાતોનો સુંદર સમાવેશ કર્યો છે. જ જૈનમાત્રને સપ્તભંગીનું જ્ઞાન અત્યંત આવશ્યક... જ સિદ્ધાંતનું રહસ્ય મેળવવા સપ્તભંગીનું પરિશીલન અવશ્ય કરવું... જ ભાંગા સાત જ કેમ? તેનું રહસ્ય.. જ અનેક વ્યાખ્યાઓ દ્વારા દ્રવ્ય-નય વગેરેનું તલસ્પર્શી નિરૂપણ..
એકાંતમાં મિથ્યારૂપ નયો પણ, અનેકાંતમાં સમ્યક્તરૂપ કેવી રીતે બને ? તેની દાખલા-દલીલોથી સતર્ક સાબિતી... દાર્શનિક અને આધ્યાત્મિક-બંને રીતે નયોની સુભગ રજુઆત... સરળ અને સંક્ષિપ્ત શૈલીમાં અનેક મહત્ત્વપૂર્ણ પદાર્થોનો સુંદર સમાવેશ..
આવા અનેક વૈશિસ્યથી તરબતર પ્રસ્તુત ગ્રંથપ્રદીપ, જ્યોતિશીલ પ્રકાશ પાથરવા દ્વારા વિદ્વાનોને અનન્ય ઉપકારક થશે – એ નિશ્ચિત હકીકત છે...
પ્રસ્તુત ગ્રંથના પદાર્થો વધુ સરળતાથી સમજી શકાય - તે માટે, પ્રસ્તુત ગ્રંથ પર ભાવાર્થ-વિવેચનમય ગુજરાતી વૃત્તિ લખવાનો અવસર સાંપડ્યો... દેવ-ગુરુકૃપાએ કાર્ય સુપેરે પૂર્ણ થયું... ગુણોથી સૌમ્ય એવી આ વૃત્તિનું નામ “ગુણસૌમ્યા' એવું રાખ્યું છે. આવું નામ રાખવા દ્વારા પ. પૂ. ગુરુભગવંત આ. શ્રી વિ. ગુણરત્નસૂરિ
--
30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org