________________
* सरल-सुगम-विवेचनसमन्वितः
જ્ઞાપિત, (૮) તથાદિ"विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव सम्भवात्
...+ ગુણસૌમ્યા+ * અનંતધામને લઇને અનંત સપ્તભંગી જ હવે એક જ વસ્તુના જુદા જુદા અનંત ધર્મની વિરક્ષા કરીએ, અર્થાત્ તે બધા ધર્મો વિશે પ્રશ્નોત્તરની વિચારણા કરીએ, તો (એક ધર્મની એક સપ્તભંગી, તેમ જુદા જુદા અનંત ધર્મની અનંત સપ્તભંગી – એ પ્રમાણે) એક વસ્તુની જ અનંત સપ્તભંગીઓ થાય. અને આ પ્રમાણે સપ્તભંગીનું નાનાકલ્પન = અનંતપણું માનવું, તે અમને ઇષ્ટ જ છે.
આ વાત સૂત્રકાર શ્રીવાદીદેવસૂરિમહારાજે જ કહી છે. જુઓ તેમનું વચન - (૮) સૂત્ર: વિધિનિષેધપ્રાપેક્ષા પ્રતિપદ્ય વસ્તુનિ મનત્તાનામપિ સપ્તમીનાક્ષેત્ર सम्भवात् ॥३८॥ प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् ॥३९॥
સૂત્રાર્થ એકેક પર્યાયને આશ્રયીને વિધાન અને નિષેધના પ્રકારની અપેક્ષાએ, ઉપર જણાવ્યા પ્રમાણે વસ્તુમાં અનંતી પણ સપ્તભંગીઓ જ સંભવે છે (૪-૩૮)...પ્રત્યેક પર્યાયની અપેક્ષાએ પ્રતિપાદા = શ્રોતાઓના પર્વનુયોગ = પ્રશ્નો સાત જ સંભવે છે, માટે માંગા સાત જ થાય. (૪-૩૯)
વિવેચનઃ
પૂર્વપક્ષઃ ઘટ-પટાદિ એકેક પદાર્થમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત ધર્મો તમે (= જૈનોએ) માન્યા છે અને તો એ અનંત ધર્મોને કહેનારા વચનમાર્ગો પણ અનંત થશે! કારણ કે વાચક-શબ્દની મર્યાદા વાચ્યની મર્યાદાને આધીન છે, એટલે જેટલા વાગ્યધર્મો હોય તેટલા વાચક શબ્દો હોય. અને આ પ્રમાણે અનંત વચનમાર્ગો થવાથી અનંતભંગી જ થાય ! અને તો સપ્તભંગીનું વિધાન અસંગત જ ઠરે.
સ્યાદ્વાદી : તમારી વાત બરાબર નથી, કારણ કે વસ્તુના અનંતધર્મોમાંના એકેક ધર્મોને લઇને વિધિ અને નિષેધના વિકલ્પો પાડવા દ્વારા માત્ર સાત જ ભાંગા સંભવે છે. આશય એ કે, વસ્તુમાં પરસ્પર વિરોધી બે બે ધર્મોનાં અનંત જોડકાં છે, તેમાંનાં એકેક જોડકાંને લઈને વિધિનિષેધના વિકલ્પો દ્વારા સાત જ ભાંગા થાય. અને તેવાં નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, સામાન્યવિશેષ વગેરે જોડકાં અનંત હોવાથી, સપ્તભંગીઓ જ અનંતી થાય છે. બાકી અનંતભંગી વગેરે કશું થતું નથી) એટલે અનંતભંગી થઈ જવાનો પ્રસંગ જ નથી અને સપ્તભંગીને અસંગત કહેવું પણ પ્રલાપમાત્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org