________________
વળી આ ગ્રંથોનો અભ્યાસ કરવા ઇચ્છતા ઘણા અભ્યાસુઓને અધ્યાપકોનો યોગ પણ મળતો નથી. આ બધા જીવો માટે ન્યાય ગ્રંથોના આવા સરળ વિવેચનો ખૂબ ઉપયોગી બને છે. તેઓ આવા વિવેચનો દ્વારા જાતે પણ આ ગ્રંથોના મર્મને સમજી શકે છે.
મુનિરાજશ્રીની આ વિવેચન રચવાની મહેનત અવશ્ય સફળ થશે. વાચકોને પણ આ વિવેચન અભ્યાસમાં ખૂબ સહાયક બનશે. આવા અનેક ગ્રંથોના વિવેચનો મુનિરાજશ્રીની કલમથી આલેખાય એવી શુભેચ્છા. આ વિવેચન રચવા બદલ મુનિરાજશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તેમની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. મુનિરાજશ્રીએ આ પ્રસ્તાવના લખવાનો લાભ મને આપ્યા બદલ તેમનો આભાર માનું છું.
♦ સંશોધનકાર
‘ગુણસૌમ્યા’વિવેચનનું સંપૂર્ણ સંશોધન વિદ્વર્ય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજે કરેલ છે. તેઓ ન્યાયશાસ્ત્રો આગમશાસ્ત્રો વગેરે અનેક શાસ્ત્રોના ખૂબ સારા જાણકાર છે. તેમણે ઘણા મહાત્માઓને ભણાવ્યા છે. તેમણે ખૂબ ખંતપૂર્વક આ વિવેચનનું સંશોધન કરેલ છે. વિવેચન લખવું હજી સહેલું છે, પણ તેનું સંશોધન કરવું એ મુશ્કેલ કાર્ય છે, કેમકે તેમાં ક્યાંય પણ શાસ્ત્રબાધિત પદાર્થ ન આવી જાય એ તપાસવાનું હોય છે. તેના માટે અનેક શાસ્ત્રોનો અભ્યાસ અને એમની ઉપસ્થિતિ જરૂરી બને છે. મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજીએ આ કપરું કાર્ય પણ પોતાની કુશાગ્ર બુદ્ધિથી પાર પાડ્યું છે. જેમ અગ્નિમાં તપીને સુવર્ણ શુદ્ધ થાય છે તેમ મુનિરાજશ્રીએ કરેલ સંશોધન દ્વારા આ વિવેચન શુદ્ધ થયું છે.
મેં પૂજ્યોની કૃપાથી મારા મંદ ક્ષયોપશમ અનુસાર આ પ્રસ્તાવના લખી છે. તેમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઇ પણ લખાયું હોય તો તેની ક્ષમા યાચું છું.
વિવેચનસહિત આ ગ્રંથના સાંગોપાંગ અભ્યાસ દ્વારા સપ્તભંગી અને નયોનું સ્વરૂપ બરાબર સમજીને અનેકાંતવાદને બરાબર સમજીને અને આત્મસાત્ કરીને સહુ જીવો શીઘ્ર મુક્તિગામી બને એવી શુભ ભાવના સાથે વિરમું છું.
વિ. સં. ૨૦૬૯, વીર સં. ૨૫૩૯ મહા સુદ ૫ (વસંત પંચમી) વિજયનગર, અમદાવાદ
Jain Education International
પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો
શિષ્યાણુ મુનિ રત્નબોધિવિજય
27
For Personal & Private Use Only
www.jalnelibrary.org