________________
| મી વિવેચનકાર વિશે છે
એ મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ રચેલ ‘સપ્તભંગીનયપ્રદીપ' નામના પ્રસ્તુત ગ્રંથ ઉપર પરમ પૂજય દીક્ષાદાનેશ્વરી આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજય પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વિદ્વર્ય મુનિરાજશ્રી યશરત્નવિજયજી મહારાજે ગુણસૌમ્યા વિવૃત્તિ નામનું સુંદર અને સરળ વિવેચન કર્યું છે.
આચાર્યભગવતશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે પરમ પૂજય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ હયાત હતા ત્યારે એક પણ દિવસ તેમનાથી છૂટા પડ્યા વિના તેમની અખંડ સેવા કરી હતી. તેના પ્રભાવે જ આજે તેમની નિશ્રામાં અનેક શાસનપ્રભાવનાઓ અને અનેક દીક્ષાઓ થઈ રહી છે.
આચાર્યભગવંત શ્રી રસિમરત્નસૂરીશ્વરજી મહારાજે પોતાના ગુરુદેવની સેવાભક્તિમાં સતત અપ્રમત્ત રહેવા સાથે ન્યાયશાસ્ત્રોનું સુંદર જ્ઞાન મેળવ્યું છે. તેમનો શિષ્ય પરિવાર પણ ઘણો વિશાળ છે.
આ બન્ને ગુરુભગવંતોની અસીમ કૃપા મુનિરાજશ્રી યશરત્નવિજયજી ઉપર વરસી છે. મુનિરાજશ્રીએ નાની ઉંમરે ચારિત્ર લઈ નાના પર્યાયમાં ઘણો અભ્યાસ કર્યો છે. બન્ને ગુરુભગવંતોએ પણ શરૂઆતથી જ ખૂબ કાળજીપૂર્વક મુનિરાજશ્રીને ભણાવી ગણાવીને તૈયાર કર્યા છે. મુનિરાજશ્રીએ પ્રારંભિક અભ્યાસ વિર્ય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજ પાસે કર્યો. મુનિરાજશ્રીએ આ પૂર્વે અનેકાંતજયપતાકાનો ભાવાનુવાદ, ન્યાયાવતારનો ભાવાનુવાદ, પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ રચિત ઉદયસ્વામિત્વ પર ટીકા + ટીપ્પણ વગેરે ગ્રંથોની રચના કરી છે. મુનિરાજશ્રીએ મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજીની સાથે મળીને ૫. પૂ. આ. શ્રીગુણરત્નસૂરીશ્વરજી મહારાજ લિખિત અપ્રકાશિત દેશોપશમના' ગ્રંથનું સંશોધન-સંપાદન કરી તેને પ્રકાશિત કરાવ્યો છે. આજે પણ મુનિરાજશ્રીની સર્જનયાત્રા અવિરતપણે ચાલુ છે. સરળસ્વભાવી, ઉચ્ચસંયમના આરાધક, નિત્ય એકાસણા કરનારા, સાદું જીવન જીવનારા મુનિરાજશ્રી બાહ્ય ભાવોથી નિર્લેપ બની ઉપાશ્રયના કોઈક ખૂણામાં બેસી અનેકવિધ રચનાઓ કરે છે. ઉપાશ્રયમાં તેઓ ક્યાંય દેખાય નહીં. તેમને શોધવા પડે. તેઓ અન્ય મહાત્માઓને પાઠો પણ આપે છે. | મુનિરાજશ્રીમાં કૃતજ્ઞતા ગુણ અવ્વલ કક્ષાનો છે. તે તેમણે આ વિવેચનના રાખેલા લિ “ગુણસૌમ્યા વિવૃત્તિ' નામ પરથી પ્રદર્શિત થાય છે. પોતાના દાદાગુરુદેવ પ. પૂ.
જs ,
25
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org