________________
(૧) શું ઘડો છે? (૨) શું ઘડો નથી? (૩) શું ઘડો છે અને નથી? (૪) શું ઘડો અવાચ્ય છે? (૫) શું ઘડો છે અને અવાચ્ય છે? (૬) શું ઘડો નથી અને અવાચ્ય છે? (૭) શું ઘડો છે, નથી અને અવાચ્ય છે? આ સિવાય કોઈ આઠમી જિજ્ઞાસા થતી નથી.
આ પ્રશ્નોના જવાબરૂપ સાત ભાંગાઓ છે. તે આ પ્રમાણે – (૧) કદાચ ઘડો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ છે. એટલે કે
માટીનો, ઘરમાં રહેલો, પોષ મહિનામાં રહેલો, લાલ રંગનો ઘડો છે જ. (૨) કદાચ ઘડો પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ નથી. એટલે કે
પિત્તળનો, બહાર રહેલો, વૈશાખ મહિનામાં રહેલો, લીલા રંગનો ઘડો નથી જ. (૩) કદાચ ઘડો સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ છે જ અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ
ભાવની અપેક્ષાએ નથી જ. પહેલો ભાંગો “કદાચ ઘડો છે જ એમ કહે છે, બીજો ભાંગો “કદાચ ઘડો નથી જ એમ કહે છે, ત્રીજો ભાંગો “કદાચ ઘડો છે જ અને ઈ
કદાચ ઘડો નથી જ' એમ કહે છે. (૪) કદાચ ઘડો અવાચ્ય જ છે. એક જ સમયે ઘડામાં સ્વદ્રવ્ય વગેરેની અપેક્ષાએ
અસ્તિત્વ અને પારદ્રવ્ય વગેરેની અપેક્ષાએ નાસ્તિત્વની વિવક્ષા થાય છે ત્યારે તે ઘડાને જણાવવા માટે કોઈ શબ્દ ન હોવાથી તે અવાચ્ય બની જાય છે. ત્રીજા ભાંગામાં ઘડામાં અસ્તિત્વ-નાસ્તિત્વની ક્રમશઃ વિવેક્ષા હતી જ્યારે ચોથા ભાગમાં
તેમની એકસાથે વિવક્ષા છે. (૫) કદાચ ઘડો છે જ અને કદાચ ઘડો અવાચ્ય છે જ. આ ભાંગો સ્વદ્રવ્ય વગેરેની
અપેક્ષાએ ઘડો છે જ એમ કહીને પછી એક સાથે ઘડામાં સ્વદ્રવ્ય વગેરેની અપેક્ષાએ અસ્તિત્વ અને પરદ્રવ્ય વગેરેની અપેક્ષાએ નાસ્તિત્વની વિવક્ષા થાય ત્યારે ઘડો
અવાચ્ય છે જ એમ કહે છે. (૬) કદાચ ઘડો નથી જ અને કદાચ ઘડો અવાચ્ય છે જ. આ ભાંગો પરદ્રવ્ય વગેરેની
અપેક્ષાએ ઘડો નથી જ એમ કહે છે અને ત્યાર પછી એક સાથે ઘડામાં સ્વદ્રવ્ય વગેરેની અપેક્ષાએ અસ્તિત્વ અને પારદ્રવ્ય વગેરેની અપેક્ષાએ નાસ્તિત્વની વિવફા )) થાય ત્યારે ઘડો અવાચ્ય છે જ એમ કહે છે.
હા
18
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org