________________
શુભાશયથી શ્રીયુત્ શંકરલાલ ડાહ્યાભાઈએ આધુનિક યુગના વાતાવરણમાં ઉછરેલા યુવાને શ્રદ્ધા તથા હર્ષપૂર્વક કરવાનું મન આકર્ષિત થાય તેના માટે જે આ સામાયિક સધ નામક સુંદર પુસ્તક બહાર પાડવાને શુભ પ્રયાસ કર્યો છે તે અત્યંત પ્રસંશનીય છે.
જૈન શાસ્ત્રમાં સામાયિકની સંક્ષેપમાં પણ અપૂર્વ બોધ દાયક સુંદર વ્યાખ્યા દર્શાવેલી છે કે ત્રસ અને સ્થાવર રૂપ સમસ્ત સંસારના સર્વ જી સાથેના વૈર વિરેધને ત્યાગ કરી સમતા-મિત્ર ભાવ વા સમાન ભાવથી રહીને અંતરાત્માને મલીન વા આવરણીત કરનાર આ ધ્યાન તથા રોદ્રધ્યાનને ત્યાગ કરીને આત્મ સ્વરૂપમાં સમાઈ જવું–લીન થવું તેનું નામ સામાયિક છે.
આવા અપૂર્વ સામાયિકને આપણે રૂઢીગત પ્રવર્તિત થવાથી સમજી શક્યા નથી, એ આપણી અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતા દૂર કરવાને માટેજ શ્રીયુત્ શંકરલાલભાઈએ ઘણું વખતની સમતા ભાવને પ્રદર્શિત કરનારી અંતરની ઉર્મીઓને આજે શબ્દ દ્વારા બહાર લાવીને ધર્મ પ્રેમી આત્માઓને જાગૃત કરવાને તથા શ્રદ્ધા ભાવ વધારવાને ઉપકાર કર્યો છે.
આ પુસ્તકના મુખ પૃષ્ટ ઉપર જ્ઞાનદીપક તથા બધીબીજનાં બે ચિત્ર અને મુખ્ય પૃષ્ઠની અંદરમાં સમભાવી શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com