________________
૯
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અમૂલ્ય વારસો હસ્તલિખિત પ્રતોમાં આજે પણ પાટણ, થરાદ, જેસલમેર, અમદાવાદ, ખંભાત, પૂના અને લીંબડી જેવા જૈન ગ્રંથભંડારોમાં સંગ્રહાયેલો અને સચવાયેલો છે. આ હસ્ત લિખિત પ્રતોના પ્રકાશન પરથી સ્પષ્ટ થાય છે કે આપણી સાહિત્ય રાશિ કેટલી વિપુલ, સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. અત્યારે ઉપલબ્ધ પ્રકાશિત સાહિત્ય એ તો અપ્રકાશિત સાહિત્યની તુલનામાં એક નાનકડું ઝરણું છે. અપ્રકાશિત સાહિત્ય અપાર જલરાશિ સમાન વિપુલ પ્રમાણમાં છે. આ હસ્તપ્રતો દ્વારા ગુજરાતી ભાષાનો વિકાસક્રમ, મધ્યકાળના સાહિત્ય પ્રકારો, ત્યારની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.
મધ્યકાલીન યુગમાં જૈન કવિઓએ વિવિધ કાવ્ય પ્રકારો ખેડયાં. પ્રબંધ, રાસ, ફાગુ, વિવાહલો, પૂજા, સ્તવન, સઝાય, ચૈત્ય વંદન, સ્તુતિ, આરતી, છંદ, બારમાસી જેવા કાવ્ય પ્રકારોનું વિશદ પ્રમાણમાં આલેખન થયું. "નરસિંહ મહેતા પૂર્વેના સાહિત્યને ‘પ્રાચીન ગુજરાતી' અથવા ‘મારુ ગુર્જર’ સાહિત્ય કહી શકાય. તે સમયે વિદેશીઓના આગમનથી ભારતીય સંસ્કૃતિને બચાવવાનું કાર્ય જૈન સાધુ કવિઓએ લોકભાષામાં સાહિત્ય રચનાઓ કરી ઉપાડી લીધું. આ સમયમાં અનેક નવ્ય ભારતીય ભાષાઓનો ઉદ્ભવ થયો.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વિશાળ પટ ‘‘રાસ'' નામના પ્રકારથી રોકાયેલો છે. તેથી શ્રી કે.કા શાસ્ત્રીએ આ યુગને ‘રાસયુગ ...'નું નામ આપ્યું છે. આ રાસ અથવા રાસો સાહિત્ય સ્વરૂપ તરીકે અપભ્રંશમાંથી ઉદ્ભવ્યો છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો રાસ શબ્દનો ઉલ્લેખ ‘હરિવંશ પુરાણ’(બીજી સદી)માં મળે છે. પુરાણ ગ્રંથોમાં જેવાં કે ‘બ્રહ્મ પુરાણ’, ‘વિષ્ણુ પુરાણ’ આદિમાં અને કાવ્ય શાસ્ત્રોમાં જેમકે ભામહના ‘કાવ્યાલંકાર'માં રાસનો ઉલ્લેખ જોવા મળે છે. અહીં રાસ શબ્દ નૃત્ય ક્રીડાના અર્થમાં અભિપ્રેત થયો છે.
સંસ્કૃતમાં રાસ એટલે ‘‘સમુહ નૃત્ય’'. રાસ એ આખ્યાનરૂપે લાંબા ગેય કાવ્યરૂપે અને ટૂંકા ઉર્મિ કાવ્યરૂપે સાહિત્યમાં જોવા મળે છે.
કે.કા. શાસ્ત્રી તથા કેટલાક વિદ્વાનો રાસ શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરે છે. ૧) યુવક-યુવતીઓ ગોળ કુંડાળામાં તાળીઓ કે દાંડિયાથી તાલ બદ્ધ નૃત્ય કરે છે, જેને રાધા-કૃષ્ણની રાસલીલા ગણાવી શકાય. ૨) રાસ કે રાસો એટલે પ્રાસયુક્ત પદ્ય રચના, જે સમકાલીન દેશસ્થિતિ ઉપરાંત ભાષાની માહિતી આપતું લાંબુ કાવ્ય ૩) સમુહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવતું ગીત વિશેષ.
રાસ એટલે જૈન સાધુઓ દ્વારા પ્રજાને ધર્મ અને નીતિનો ઉપદેશ આપવા માટે રચાયેલ વિશિષ્ટ પદ્યરૂપ. લોકો સમજી શકે તે માટે લોકભાષામાં લખવામાં આવતું હતું.
૧૫
પ્રારંભમાં આ રાસ ગાઈ શકાય તેમજ રમી શકાય તેવા ટૂંકા સ્વરૂપે રચાયાં. સમય જતાં જૈન સાધુ કવિઓએ રાસને જુદું જ સ્વરૂપ આપ્યું. પ્રથમ ટૂંકા ઉર્મિગીત રૂપે રચાતી આ રાસ કૃતિઓ બારમી તેરમી સદી પછી કથાત્મક કવિતાના રૂપે પ્રચારમાં આવી. પંદરમા શતકની કૃતિઓ તો આખ્યાનના નિકટવર્તીરૂપ જેવી