________________
૭
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
આલેખાયાં છે. તેમજ કડીઓની સંખ્યા, કર્તા, નાયક પરથી વિષયના નામ અનુસારની કૃતિઓ પણ ઉપલબ્ધ છે. જેમ કે ‘બાલચંદ છત્રીશી’, ‘દુર્જન શાલ બાવની', ‘અધ્યાત્મક બાવની', ‘પ્રીતિ છત્રીશી', ‘ક્ષમા છત્રીશી’, ‘સંવાદ શતક ’ જેવી કૃતિઓ રચાઈ.
પરંપરાગત આલેખનથી કંઈક જુદી પરંતુ વિશિષ્ટ અને અનોખી ભાત પાડતી કૃતિઓમાં મૂર્ખની વાતો કહેતી ‘ભરડક બત્રીશી', હાસ્ય કથા કહેતી ‘વિનોદ ચોત્રીશી’, ઉંદરના ત્રાસને વર્ણવતી ‘ઉંદર ત્રાસ', જૈનેત્તર કવિની હોય એવી ‘કુકડા-માર્જોરી રાસ', નર્બુદાચાર્ય કૃત કામશાસ્ત્ર નિરૂપણ કરતી ‘કોક્કલા ચોપાઈ', લક્ષ્મીકુશલની વૈદક વિષેની ‘વૈદકસાર રત્નપ્રકાશ ચોપાઈ’, ‘હોલિકા ચોપાઈ', ‘શ્રાદ્ધ વિધિ રાસ’, ‘શુકન દીપિકા ચોપાઈ', ‘શ્રાવણ દ્વાદશીરાસ' તથા ‘પવનાભ્યાસ ચોપાઈ' જેવી કૃતિઓ પણ આલેખાઈ છે.
પૂર્વના ચારે શતકોની મળીને ગણતરી કરીએ તો પણ સત્તરમા શતકની રાસ સંખ્યા તેથી વધુ છે. વિક્રમના સત્તરમા શતકમાં ઉપલબ્ધ રાસકૃતિ અનુસાર આસરે ૪૨૬ ઉપરાંત રાસકૃતિઓ રચાઈ છે. જેમાં ૭૫ પ્રકાશિત છે. તેમાંથી ૧૦૦૦ કડીથી વધુ કડી હોય તેવી રાસકૃતિની સંખ્યા ૨૪ છે. બે હજારથી વધુ કડીવાળી ૮ અને ત્રણ હજારથી વધુ કડી વાળી ૩ અને ૪૬૯૯ કડીની એક એમ ૩૬ કૃતિઓ તો દીર્ઘકૃતિઓ તરીકે નોંધાયેલી છે. ૪૬૯૯ કડીના કુમારપાળ રાસ (સં. ૧૬૭૦) ના રચયિતા શ્રાવક કવિ ઋષભદાસે બીજી એકત્રીસ રાસકૃતિઓ આપી સહુથી વધુ રાસ રચનાર તરીકે સ્થાન મેળવ્યું છે.
સત્તરમા શતકે ગુજરાતને જૈન કવિઓની સાથે સાથે અખો અને પ્રેમાનંદ જેવા તેજસ્વી અને સમર્થ જૈનેત્તર કવિઓ પણ આપ્યા. અખો એ વેદાન્તી જ્ઞાનમાર્ગી કવિ છે. તેના કાવ્યોમાં તત્ત્વજ્ઞાનના ચમકારા જોવા મળે છે. પ્રેમાનંદ આખ્યાન શિરોમણી છે. અખાના કવનમાં જ્ઞાન અને નિર્ગુણ ભાવની પ્રધાનતા છે. અખાએ ‘પંચીકરણ’(સં. ૧૭૦૧), ‘ગુરુશિષ્ય સંવાદ’ (સં. ૧૭૦૧), ‘અખેગીતા’ (સં. ૧૭૦૫) રચી . તે ઉપરાંત ‘ચિત્ત વિચારસંવાદ', ‘કૈવલ્ય ગીતા', ‘અખાજીનો કક્કો’, ‘સાતવાર અને મહિના’, ‘અખાજીના કુંડલિયા’ ‘સંતના લક્ષણ’ (કૃષ્ણ ઉદ્ધવનો સંવાદ) તેમજ હિંદીમાં ‘સંતપ્રિયા’, ‘બ્રહ્મલીલા’, ‘અખાજીના ઝૂલણા' જેવી ઘણી કૃતિઓ રચી. આ સર્વમાં બ્રહ્મ સત્ય, જગત મિથ્યાની મુખ્યતા છે .
સત્તરમા શતકમાં આખ્યાનકાર પ્રેમાનંદ(આસરે ઈ.સ. ૧૬૪૯ થી ઈ.સ. ૧૭૧૪) ના આગમનથી આખ્યાન સાહિત્ય વધુ વેગવાન બન્યું. મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્ય, સમૃદ્ધિ અને સર્જકતામાં જૈનેત્તર કવિ પ્રેમાનંદ મોખરે રહ્યાં. તેમણે પચાસ ઉપરાંત કૃતિઓ આલેખી છે. એમાં ‘દાણલીલા’ અને ‘ભ્રમર પચીશી’ જેવી કૃતિઓ કૃષ્ણ વિષયક કાવ્યો છે. ‘દ્વાદશમાસ’ જેવા વિરહ કાવ્યો અને મોટાભાગની કૃતિઓ આખ્યાનો છે. તેમણે નરસિંહ મહેતાના જીવન પ્રસંગો પણ સ્તવ્યા છે તેમજ રામાયણ, મહાભારત, ભાગવત અને પુરાણોમાંથી કથાવસ્તુ લઈ આખ્યાનો રચ્યાં છે. તેમના પૌરાણિક આખ્યાનોમાં ‘અભિમન્યુ આખ્યાન’ (ઈ.સ. ૧૬૭૧), ‘ચંદ્રહાસ્યાખ્યાન' (ઈ.સ. ૧૬૭૧) ‘ઓખાહરણ' ‘સુદામાચરિત્ર’ (ઈ.સ. ૧૯૮૨), ‘મામેરું' (ઈ.સ.૧૯૮૩), ‘સુધન્વાખ્યાન' (ઈ.સ. ૧૬૮૪) ‘રણયજ્ઞ' (ઈ.સ. ૧૬૮૫), ‘નળાખ્યાન'