________________
૬
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે
અકબરે તેમના જ્ઞાન અને સંયમથી પ્રભાવિત બની જૈનધર્મમાંથી પ્રાણી વધ ત્યાગ, પુર્નજન્મ પર વિશ્વાસ, માંસાહાર ત્યાગ અને કર્મસિદ્ધાંત જેવી વસ્તુઓ અપનાવી. જૈન શ્રમણોએ જૈન ધર્મ પ્રભાવનાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. તેમણે વિવિધ સ્થળોએ વિહાર કરી ધર્મ પ્રચાર અને પ્રસાર કર્યો. મોગલ સમ્રાટોના શાસનકાળમાં આદર મેળવી જૈન ધર્મ કંઇક અંશે રાજ ધર્મ બની શક્યો.
સત્તરમા શતકમાં સાહિત્યના ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ. તેનો યશ જૈન શ્રમણોને અને શ્રાવક કવિઓને ફાળે જાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેટલાંક કુશળ અને વિદ્વાન કવિઓ થયાં. આ શતકમાં કવિ કુશળ લાભ (કવનકાળ સં. ૧૬૧૭ થી ૧૬૨૪), સોમવિમલસૂરિ (કવનકાળ સં. ૧૬૧૫ થી ૧૬૩૩), કવિ નયસુંદર (કવનકાળ સં. ૧૬૩૨ થી ૧૬૬૯), કવિ સમયસુંદર (સં. ૧૬૫૮ થી ૧૭૦૦) તથા કવિ ઋષભદાસ (કવનકાળ સં. ૧૯૬૨ થી ૧૬૮૭) આ પાંચ કવિઓ સત્તરમા શતકમાં અગ્રગણ્ય છે. તેમના વિપુલ સાહિત્ય સર્જનથી મધ્યકાળનું ગુજરાતી જૈન સાહિત્ય વધુ પાંગર્યું. તેમની રાસકૃતિઓ વડે આ શતક શોભી ઉઠે છે. સત્તરમા શતકમાં સંસ્કૃત – પ્રાકૃત ગ્રંથોના અનુવાદ રૂપે બાલાવબોધ રચાયાં તેમજ આગમ ગ્રંથો પર પણ બાલવબોધ રચાયાં.
-
જૈન
. સાધુ કવિઓએ ધર્મલાભ માટે, આશ્રયદાતાના અનુરોધથી, રાજનીતિજ્ઞ પુરુષોના મનોરંજન માટે તથા વાર્તાના રસ દ્વારા શૃંગાર અને પ્રેમની ભૂમિકા ઉભી કરી મનુષ્યને વિલાસમાંથી પાછા વાળવા અને જીવનનું મૂલ્ય દર્શાવવા લોકકથાઓનું સાહિત્યમાં નિરૂપણ કર્યું. જૈન ધર્મમાં ત્યાગ અને વૈરાગ્યની પ્રધાનતા છે. જૈન વિદ્વાનોએ શુષ્ક ઉપદેશોને રસિક બનાવતા તથા શ્રાવકવર્ગની રુચિને ધ્યાનમાં રાખી શૃંગાર કથાઓ રચી. કવિ કુશળલાભની ‘માધવાનલ કથા’ ઉત્તમ કોટિની શૃંગાર સભર કૃતિ છે. અસાઈત, ભીમ, નરપતિ, મધુસુદન, મતિસાર, માધવ, વચ્છરાજ, શિવદાસ, શામળ અને વીરજી જેવા જૈનેત્તર વાર્તાકારોએ વાર્તા લખી, લોકોના જીવનમાં નિરસતાના સ્થાને રસિકતા અર્પી છે તેવી જ રીતે જૈન કવિ જયવંતસૂરિએ ‘સ્થૂલભદ્ર પ્રેમ વિલાસ ફાગ’ અને માલદેવ મુનિએ ‘સ્થૂલભદ્ર ફાગ’ની રચના કરી. આ વિદ્વાનોએ પ્રેમાખ્યાન કાવ્ય રચ્યું હોય કે ચરિત્રાત્મક સર્વમાં ધાર્મિક ભાવનાનું પ્રદર્શન અવશ્ય કર્યું છે. આ નિઃસ્પૃહી સંતોએ નિઃસ્વાર્થ ભાવે લોકોને જાગૃત કરવા કથાઓ અને ઉપકથાઓનું રસિકતાથી નિરુપણ કર્યું છે.
સત્તરમા શતકમાં પદ્યમાં પોતાના ગુરુ, ઐતિહાસિક પ્રભાવક પુરુષ, તીર્થ આદિનો ઈતિહાસ દર્શાવતી સંક્ષિપ્ત અને વિસ્તૃત કૃતિઓ ઉપલબ્ધ થઈ છે. અજ્ઞાત કૃત ‘માલવી ઋષિની સજઝાય' (સં. ૧૯૧૬), ‘શત્રુંજય ઉદ્ધાર રાસ’(સં. ૧૬૩૮), કવિ હીરકલશ કૃત ‘કુમારપાળ રાસ’ (સં.૧૯૧૬), શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘હીરવિજયસૂરિ રાસ'(સં. ૧૬૮૫), ધર્મકીર્તિ કૃત ‘જિનસાગરસૂરિ રાસ’ (સં.૧૯૮૧), ધર્મસિંહ કૃત ‘શિવજી આચાર્ય રાસ' (સં.૧૬૯૨) જેવી કૃતિઓ રચાઈ. જૈન શ્રમણોએ જૈન ધર્મના અટપટા સિદ્ધાંતોને પ્રાયઃ પોતાની કાવ્ય કૃતિનો વિષય ન બનાવતાં દાન, શીલ, તપ, પૂજા અને મહાપુરુષોનાં ચરિત્ર જેવાં વિષયોને કાવ્યમાં સ્થાન આપ્યું.
આ શતકમાં સ્તુતિ કાવ્ય તરીકે ‘ચોવીસી' અને ‘વીસી' કાવ્યો પૂર્વ શતક કરતાં પ્રમાણમાં વધુ