________________
૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
એક નિષ્ઠા તથા સમગ્ર જીવનને ઈશ્વરના ચરણે સમર્પિત કરી ઈશ્વરમય બની જવાનો સંકેત કરે છે. એમના પદોમાં ભક્તિની મસ્તી તથા કૃષ્ણ વિરહની વેદના છે. મીરાંબાઈના પદો ભક્તજનોનાં કંઠમાં કંઠસ્થ થયાં છે. તેમના પદોમાં મધુરતા રસિકતા અને ગેયતા છે. મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિનો ઉદ્ભવ નરસિંહ મહેતાથી થયો અને કવિ દયારામ સુધી અખંડ રહ્યો. પરમેશ્વરની અનન્ય ભાવે ભક્તિ, જ્ઞાતિભેદને સમાપ્ત કરવાની વૃતિ, સામાન્ય માનવીને પણ ધાર્મિક જીવન જીવવાની સ્વતંત્રતા આવા સિદ્ધાંતોને કારણે ભક્તિમાર્ગ સમાજમાં વધુ પ્રચલિત થયો.
મધ્યકાળમાં ભક્તિના બે પ્રકાર ઉદ્ભવ્યા. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સગુણ ભક્તિ રામાશ્રયી અને કૃષ્ણાશ્રયી હતી. રામાશ્રયી ભક્તિમાં ભાલણ, પ્રેમાનંદ, ગિરધર જેવા કવિઓનો સમાવેશ થાય છે જ્યારે કૃષ્ણાશ્રયી ભક્તિમાં નરસિંહ મહેતા, મીરાંબાઈ તથા દયારામ જેવા કવિઓ આવી શકે. નિર્ગુણ ભક્તિના પ્રમુખ ઉદ્ગારો નરસિંહ મહેતાના પ્રભાતિયામાં જોવા મળે છે. તેમની પરંપરાને અનુસરનારા માંડણ બંધારો તથા ભીમ જેવા કવિઓ છે.
ભાલણનો સમકાલીન કવિ નાક૨ સોળમી સદીનો પ્રમુખ આખ્યાનકાર છે. તેમણે પુરાણની કથાઓમાં સુધારા વધારા કરી સાહિત્યમાં રસિકતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ‘હરિશ્વન્દ્રાખ્યાન', ‘ચંદ્રહાસાખ્યાન', ‘ધ્રુવાખ્યાન', ‘નળાખ્યાન', ‘ઓખાહરણ', ‘લવકુશાખ્યાન’, ‘શિવવિવાહ' જેવી કૃતિઓ રચી. સોળમા શતકમાં શ્રાવક કવિ દેપાલ, જે નરસિંહ મહેતાનો સમકાલીન છે. તેણે ‘જાવડ ભાવડ નો રાસ’ ‘રોહિણેય ચોરનો રાસ’, ‘ચંદનબાળાની ચોપાઈ’, ‘શ્રેણિક રાસ’, ‘જંબુ સ્વામી પંચભવ વર્ણન’, ‘સમ્યક્ત્વ બાર વ્રત કુલક ચોપાઈ' જેવી કૃતિઓ રચી. તેમજ ‘સ્થૂલિભદ્ર ફાગ’, ‘સ્થૂલિભદ્ર કક્કાવાળી’, ‘થાવચ્ચાકુમાર’ રાસ જેવી નાની કૃતિઓ પણ રચી.
સોળમા શતકમાં રચાયેલા વર્તમાને ઉપલબ્ધ કુલ ૨૧૦ રાસ છે . તેમાંથી લગભગ ૨૮ જેટલા રાસ જ પ્રકાશિત છે, આ શતકમાં પાર્શ્વચંદ્રસૂરિ કૃત ‘ગૌત્તમ સ્વામી લઘુરાસ’ (૧૨ કડી) તથા ‘ફલવર્ધી પાર્શ્વનાથ રાસ’ (૨૫ કડી) કે ‘દયાધર્મ' જેવી લધુ કૃતિઓ રચાઈ છે. બીજી તરફ જ્ઞાનચંદ્ર કૃત ‘સિંહાસન બત્રીસી’ (કડી-૧૦૩૪), સમરચંદ્રસૂરિના શિષ્યકૃત ‘શ્રેણિક રાસ’(૧૨૩૨ કડી) તથા વચ્છકૃત ‘જીવભવસ્થિતિ રાસ' (૧૮૫૭ કે ૨૨૪ કડી) જેવી દીર્ઘ કૃતિઓ પણ મળે છે. જૈન કવિઓએ કાવ્યનું સર્જન એક તરફ પોતાના સ્વકલ્યાણ માટે કર્યું તો બીજી તરફ લાગણીશીલ કોમળ હૃદયની જનતા સુધી જૈન ધર્મનો ઉપદેશ પહોંચાડવા ચરિત્રાત્મક કથાઓ આલેખી છે.
તેનો
જૈન ધાર્મિક અનુષ્ઠાનોની વિધિમાટે તેમજ સ્વાધ્યાય માટે સજ્ઝાય નામની ગેય રચનાઓ રચાઈ. । મુખ્ય ઉદ્દેશ્ય પાપનું પ્રક્ષાલન કરી આત્મિક શુદ્ધિ કરવાનો હતો. તે ઉપરાંત અઢાર પાપસ્થાનક, ક્રોધ– માન-માયા-લોભ, નવતત્ત્વ, બારવ્રત, અષ્ટકર્મ, જેવી તાત્ત્વિક વિષયોપર સજઝાયો લખાઈ. તેમજ કેટલીક સજઝાયો ઐતિહાસિક મહાન પુરુષો અને સ્ત્રીઓને અનુસરીને લખાઈ જેમકે પાંચ પાંડવની સજઝાય, સોળ સતીની સજઝાય, બંધક સૂરિની સજઝાય આદિ, જેમાં જૈન શ્રમણોએ કથાનકનું સંક્ષેપમાં વર્ણન કરી પ્રજામાં