________________
આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ
૩.
૫૭ ૪૦
હતો. રાજા ગર્દભીલ ક્યાંય નાસી ગયો હતો. અંતિમ શકપતિએ, ગભીલને મદદ કરનાર અરિષ્ટકર્ણ શાતકણીની પાછળ પડતાં, નીઝામી રાજ્યના કોઈક જંગલમાં પ્રાણ ગુમાવ્યા છે.
આથી કરીને ઉત્તરહિંદમાં ઈન્ડોપાર્થીઅન શહેનશાહ અઝીઝ પહેલાનું, પશ્ચિમ હિંદમાં શકપતિઓનું અને દક્ષિણ-પૂર્વહિંદમાં શાતકરણીઓનું રાજ્ય સ્થાપિત થયાનું નજરે પડશે. નવાઈ જેવું એ છે કે અઝીઝ પહેલાને ગદંભીલ અવંતિપતિ ઉપર ફતેહ મેળવવાને મેક્કો થયો હોવા છતાં તેણે કાંઈજ હિલચાલ કરી નથી; જ્યારે હિંદ બહારથી શક પ્રજાએ આવીને મધ્યમ તથા પશ્ચિમ હિંદને કબજે લઈ પ્રજાપીડનના કાર્યમાં અવધી કરી દીધી હતી.
શકારિ વિક્રમાદિત્યને રાજ્ય વિસ્તાર બતાવે છે. જ્યાં જ્યાં શક પ્રજાનું રાજ્ય હતું ત્યાં ત્યાં શકારિને દવજ ફરકવા માંડે છે એટલે વિસ્તારની દૃષ્ટિએ નં. ૫દના નકશાની જ સ્થિતિ જળવાઈ રહે છે. જે ફેર થવા પામ્યો છે તે માત્ર લેકમાનસ પરત્વેને જ છે. તે ભાગની પ્રજા, જે રાત્રીના ઉજાગરા જેવી સ્થિતિમાં તથા હથેળીમાં જીવ લઈને ફર્યા કરતી હતી. તે હવે શાંત મને અને સ્થિર ચિત્તે રહેતી હતી; કુદરતી ઉંઘના સમયે નિર્ભય થઈને સૂએ છે તથા ઉલ્લાસમાં જીવનગાળી પોતાના તારણહારને સંવત ચલાવે છે.
શકારિ વિક્રમાદિત્યના પત્ર અને પંજાબ તરફની દંતકથામાં જાણીતા થયેલ વિકમચરિત્ર-ગદંભને રાજ્ય વિસ્તાર બતાવેલ છે. કોણ જાણે તેના નશીબ હોય કે પાર્થિઅને પ્રજાને નશીબે હોય; પરંતુ ઈડો પાર્થીઅન શહેનશાહ ગાંડાફરનેસને હિંદમાંથી ઉચાળા ભરવા પડેલા હોવાથી જે ભૂમિ ઉપર પથારો કરીને તે પડ હતો તે સર્વે આ વિકમચરિત્રની હકુમતમાં આવી પડેલ દેખાય છે.
દક્ષિણપતિ ચંદ્રવંશીઓ તે ગભીલવંશના મિત્રો-શુભેચ્છકો અને સાચા સહાયક હોવાથી તેમને મુલક તેટલે ને તેટલે એક સદી સુધી નિર્ભય સ્થિતિ અનુભવતે, એમને એમ આબાદી ભોગવી રહ્યો છે. ઉપરાંત નહપાણુ ક્ષહરાટના સમયે તેના જમાઈ રૂષભદત્તે તેમને રાજગાદીને ત્યાગ કરવાની, જે ફરજ પાડી હતી તે કલંકને ભૂંસી નાંખી, તેમણે પોતાની રાજગાદી પાછી પિઠણનગરે લાવી મૂકી હતી. એટલે કે સારાયે હિંદમાં હિંદુપ્રજા આ સમયે જેટલી સુખી અને આનંદી હતી તેવી આગળ પાછળના પચાસ પચાસ વર્ષ સુધી નહતી જ.
૫૮ ૫૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com