________________
પિંડનિર્યુક્તિ-પરાગ
છે, તે બદલ તે તે ગ્રંથોના કર્તા-સંપાદકોને કૃતજ્ઞભાવે યાદ કરું છું. ગુજરાતી ભાષામાં આ ગ્રંથ લખવામાં ગ્રંથકારના આશય વિરુદ્ધ કે શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ અર્પ છું. સુજ્ઞજનો તેવી ભૂલો બતાવવા કૃપા કરે તો દ્વિતીયાવૃત્તિ વખતે સુધારવાનો અવકાશ રહે.
પૂજ્યપાદ ઉપકારી મારા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ પૂજ્યોની સત્કૃપા અને સત્રેરણાના ફળ સ્વરૂપે મેં વાડાશિનોરમાં સંવત-૨૦૨૦ના ચાતુર્માસમાં આ ગ્રંથ લખવાની શરૂઆત કરી અને ચાતુર્માસ દરમ્યાન લખાણ પૂર્ણ કર્યું. તે આખું લખાણ ઉપકારી પૂજ્ય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબને અમદાવાદ શ્રી વિજય દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરે મોકલી આપ્યું. શાસનના તથા આરાધનાના બીજા અનેક કાર્યોમાં રક્ત હોવા છતાં પોતે કિંમતી સમય કાઢીને સંપૂર્ણ લખાણ બરાબર જોઈ-તપાસી સુધારા-વધારા કરી સંવત-૨૦૨૧ના મારા પાલીતાણા (આરીસાભુવન) ખાતે ચાતુર્માસમાં મોકલી આપ્યું. તે આખા લખાણની પ્રેસકોપી કરી બાદ તેનું મુદ્રણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ ગ્રંથ લખવામાં સહાયક થનારા સૌને યાદ કરવાનું ભૂલતો નથી. આર્યશ્રી જંબૂસ્વામિ જૈન મુક્તાબાઈ આગમમંદિર તરફથી પ્રસિદ્ધ થતો આ ગ્રંથ “શ્રી ઓઘનિર્યુક્તિ પરાગ' ગ્રંથની જેમ પૂજ્ય સાધુસાધ્વી મહારાજોને ઉપયોગી બનશે અને ખપી આત્માઓ એનો સુંદર લાભ ઉઠાવશે, એવી આશા સાથે વિરમું છું. વિ. સં. ૨૦૨૨
- પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજય તિથિ-માગશર સુદ-૧૧
જંબુસૂરીશ્વર પાદપઘરેણુ(મૌન એકાદશી પર્વ)
નિત્યાનંદવિજય આરીસા ભુવન, પાલીતાણા-૩૬૪૨૭૦
14