________________
17. કોરી સીલેટના લિસોટા
ફેમિલી ઑફ મેન - તસ્વીર પ્રદર્શન
બાલ્યાવસ્થા એટલે જ બ્લોટિંગપેપર ! જે મળે, જેવું મળે તે, તેવું જ ચુસાઈ જાય, અંકાઈ જાય ! બાળકની પહેલી ઇન્દ્રિય ચક્ષુરિન્દ્રિય; તે ખૂબ જ સતેજ હોય છે. આસપાસ-ચોપાસ જે કાંઈ નજરે ચડે તેને આંખની પ્યાલી વડે તે પીએ. બધું અંદર ઊંડે ઊતરતું રહે; એવું છપાતું જાય કે જીવનના છેડા સુધી તે અકબંધ સચવાય. એ ચિત્રો ન તો ભુલાય, ન તો ભૂંસાય ! ભલે તેના ઉપર બીજી સેંકડો છાપ ઉમેરાય, પણ તે બધી કાળના તડકામાં વરાળ થઈ ઊડી જાય. પહેલી પડેલી છાપ તો કાયમનો જીવનપટ્ટો લખાવીને આવી હોય છે.
આવો આપણા બધાનો સ૨ખો અનુભવ છે. તેથી એક એવો નિયમ તારવવો છે કે નાનાંનાનાં બાળકો સાથે આપણાં વ્યવહાર, વાણી અને વર્તન, કોમળ, શીતળ અને સરળ રાખવાં. બાળક એની નાની વયમાં આપણું જે કાંઈ ઝીલશે, જોશે, તેનાં ઊંડા ચાસ એના મનમાં પડશે. આપણા તરફથી બાળકના ચિત્તમાં સારા વ્યવહારનું વાવેતર થશે તો તે, સારાં ખાતર-પાણી મેળવી, આગળ જતાં બીજા સાથેના વ્યવહારમાં આપણે આપેલા સારા ગુણ અપનાવશે. પરિણામે પરસ્પરનું એક અમૃતચક્ર ફરતું રહેશે.
બાળકના જીવનના પ્રારંભકાળમાં આપણે કાળજીથી વર્તીએ, કારણ કે આ કોરી સીલેટના એ લિસોટા છે કાયમી રહેવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
તન: ૩
www.jainelibrary.org