________________
૨૫
રસ જળવાઈ રહેશે. છેલ્લા બે ચાતુમસ મેં મુંબઈમાં કર્યો છે. સં. ૨૦૨૩ની સાલનું ચાતુર્માસ મુલુંડ કર્યું અને ત્યાર પછીનું ચાતુર્માસ પાયધૂની વિસ્તારમાં આવેલા શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં કર્યું. શ્રી નમિનાથજી ઉપાશ્રયના ચાતુમાસમાં શ્રી. ઉમાસ્વાતિ વિરચિત પ્રશમરતિ પ્રકરણને આધારે વ્યાખ્યાને ચાલતા હતા તે બધા વ્યાખ્યાને લખી શકાયા નથી. શ્રી. પ્રશમરતિની વાંચના પહેલાં આત્મદમનના વિષય ઉપરનાં વ્યાખ્યાને સેવાકાળમાં ચાલતા હતા. તેમાંથી અમુક વ્યાખ્યાને નિવૃત્તિના સમયે મેં જાતેજ લખીને તૈયાર કરેલા અને જાતિમદ અને કુળમદ ઉપરના વ્યાખ્યાને શ્રી પ્રશમરતિ પ્રકરણની વાંચના ઉપરથી લેવાઅલા છે. વાંચનામાં તે આઠે આઠ મદ ઉપર વ્યાખ્યાને લંબાણથી અપાયા હતા. પણ તેમાંથી બે મદ ઉપરના વ્યાખ્યાનેજ લખી શકાયા છે. વ્યાખ્યાને લખવામાં સંઘવી રમણીકલાલ લક્ષ્મીચંદે કરેલી વ્યાખ્યાનોની નોંધ મને ખૂબ જ ઉપયોગી નિવડી હતી. તેમણે ચાતુર્માસ અને સેષાકાળમાં અપાયેલાં બધા વ્યાખ્યાનની નેધ પિતાના સ્વાધ્યાયના લાભ માટે કરેલી છે.
આ લગભગ ચાર પાનાના પુસ્તકમાં ૮૫ પૃષ્ઠ તો મનના વિષય પર જ રોકાયેલા છે. એટલે પુસ્તકનું મને વિજ્ઞાન નામ રાખવામાં આવ્યું છે. કેટલાંક પૂર્વ પ્રકાશિત થયેલાં વ્યાખ્યાનો સમાવેશ પણ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
આજે મનુષ્યમાં શ્રવણ અંગેની રુચિ ખૂબજ વધી છે. ત્રેવીશ વર્ષથી મારે પિતાને આ જાત અનુભવ છે. શ્રવણ પછીની જે ચિંતન મનની ભૂમિકામાં છે, તેમાં મનુષ્ય