________________ 19 501 શાંતિનગર (અમદાવાદ-આશ્રમ રોડ) જૈન સંઘના શ્રાવિકા હેનના ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી ? પૂ. પ્રવર્તિની પ્રશાંતવિદુષી સાધ્વીજી શ્રી દશનશ્રીજી મ.ના શિષ્યરત્ન પૂ. સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.ની શુભ પ્રેરણાથી “કથાર મંજૂષા' ભાગ ૧-૨ના પ્રકાશન માટે ભેટ.* હ. સુશ્રાવિકા સવિતાબેન શાંતિલાલ શાહ - ઉપરોક્ત રીતે “વિશ્વમંગલ પ્રકાશન મંદિર " સંસ્થાને તેની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિમાં આર્થિક સહકાર આપવા દ્વારા અમારી અનંતજ્ઞાની પરમતારક શ્રી જિનેશ્વરદેવના સ્વ–પર ઉપકારક સમ્યકજ્ઞાનના પ્રચારની શુભ વૃત્તિને ઉત્તેજન આપનાર તે તે મહાનુભાવોને આ પ્રસંગે કૃતજ્ઞતાપૂર્વક ધન્યવાદ આપીએ છીએ. અને આ સંસ્થાની સાહિત્ય પ્રવૃત્તિને તેઓ આ રીતે લાગણીપૂર્વક આર્થિક સહકાર આપવા દ્વારા અમને ઉત્તેજન આપતા રહો ! એજ એક શુભ કામના. - તદુપરાંત H જેઓશ્રીની શુભ પ્રેરણાથી સંસ્થાની સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિને આર્થિક સહકાર અમને પ્રાપ્ત થઈ રહેલ છે તે પૂ.પાદ પરમ કૃપાસાગર આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીના શિષ્યરત્ન જે અમારી સંસ્થા પર કૃપાદ્રષ્ટિ ખીને સંસ્થાને અનેક રીતે પ્રેરણા આપનાર ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રીના આ પ્રસંગે કૃતજ્ઞતાપૂર્વક ઉપકારને યાદ કરીને તેઓ શ્રીમદુના પરમ પુનિત ચરણમાં કેટિશઃ વંદના પાઠવીએ છીએ. તેમ જ સંસ્થાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust