Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૮ એક સમયનો જઘન્યકાલ ચારના બંધનો સંભવે છે. શ્રેણીમાં ૮-૯-૧૦ આ ત્રણે ગુણસ્થાનકનો કાલ વધુમાં વધુ અંતર્મુહૂર્ત માત્ર જ છે. તેથી ઉત્કૃષ્ટ કાલ ચારના બંધનો અંતર્મુહૂર્ત હોય છે.
દર્શનાવરણીયકર્મનાં સત્તાસ્થાનકો પણ ૯નું, ૬નું અને ૪નું એમ ત્રણ જ હોય છે. દર્શનાવરણીયકર્મની નવે પ્રકૃતિઓની સત્તા ઉપશમશ્રેણીમાં અગિયારમા ગુણસ્થાનક સુધી અને ક્ષપકશ્રેણીમાં નવમા ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી (કેટલોક કાલ) હોય છે. તેથી જ આ સત્તાસ્થાનનો કાલ અભવ્યને આશ્રયી અનાદિ – અનંત અને ભવ્યને આશ્રયી અનાદિ - સાન્ત એમ બે જ પ્રકારે સંભવે છે. પતિતને આશ્રયી સાદિ - સાન્તવાળો કાલ અહીં સંભવતો નથી. કારણ કે અગિયારમા ગુણસ્થાનક સુધી નવની જ સત્તા હોય છે. તેથી નવની સત્તાની સાદિ થતી નથી અને ક્ષપકશ્રેણીમાં ૬ - ૪ની સત્તા આવે છે. પરંતુ ત્યાંથી પતનનો સંભવ નથી તેથી ક્ષપકશ્રેણીમાં પણ નવની સત્તાની સાદિ થતી નથી.
છની સત્તા ક્ષપકશ્રેણીમાં જ આવે છે અને તે નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી પ્રારંભીને બારમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી હોય છે તેથી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ કાલ હોય છે. ચારની સત્તા ક્ષપકશ્રેણીમાં બારમા ગુણસ્થાનકના ચરમ સમયે જ માત્ર હોય છે. તેથી તેનો કાલ એક સમય માત્ર છે.
ઉદયસ્થાનક પાંચનું અને ચારનું એમ બે જ છે. કારણ કે ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર પ્રકૃતિઓ ધ્રુવોદયી હોવાથી ચારનું ઉદયસ્થાન તો સ્વાભાવિકપણે સદા હોય જ છે અને નિદ્રાપંચક અવોદયી હોવાથી ક્યારેક ઉદયમાં હોય છે અને ક્યારેક ઉદયમાં હોતી નથી. તેથી જ્યારે તે ઉદયમાં હોય ત્યારે પણ પાંચમાંની કોઈ એક જ નિદ્રા એક કાલે ઉદયમાં આવી શકે છે. એકી સાથે બે-ત્રણ નિદ્રા ઉદયમાં આવતી નથી. તેથી કોઈ પણ એક નિદ્રા સાથે ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર જોડવાથી પાંચનું ઉદયસ્થાનક થાય છે. જો કે આ પાંચનું ઉદયસ્થાનક પાંચ પ્રકારે થાય છે. જેમ કે નિદ્રા સાથે ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર, પ્રચલા સાથે ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર, નિદ્રાનિદ્રા સાથે ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર, પ્રચલાપ્રચલા સાથે ચક્ષુદર્શનાવરણીયાદિ ચાર અને થીણદ્ધિના ઉદય સાથે આ જ ચાર, એમ પાંચનો ઉદય પાંચ પ્રકારે બને છે, તો પણ સંખ્યા પાંચની (તુલ્યો હોવાથી એક જ ઉદયસ્થાનક ગણાય છે.
આ પ્રમાણે દર્શનાવરણીય કર્મમાં ૯, ૬, ૪ એમ ત્રણ બંધસ્થાનક, ૪, ૫ એમ બે ઉદયસ્થાનક, અને ૯, ૬, ૪ એમ ત્રણ સત્તાસ્થાનક હોય છે. હવે પછીની ગાથામાં આ દર્શનાવરણીયકર્મનો સંવેધ કહેવાય જ છે. એટલે અહીં અમે વધારે વિસ્તાર કરતા નથી તથા ઉપરોક્ત બંધ-ઉદય અને સત્તાનું સ્વરૂપ કર્મસ્તવ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org