Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૭ બંધનના પાંચ અને સંઘાતનના પાંચ ભેદો શરીરની અંતર્ગત ગણાય છે તથા વર્ણાદિના ૨૦ ઉત્તરભેદને બદલે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ એમ સામાન્યથી વર્ણચતુષ્ક જ ગણાય છે. તેથી આ ૬૫ ઉત્તરભેદોમાંથી ૫ બંધન, પ સંઘાતન અને વર્ણાદિના ૧૬ કુલ ૨૬ ભેદો ઓછા કરતાં ૩૯ પિંડપ્રકૃતિના ભેદો થાય છે તથા ૮ પરાઘાતાદિ અને ૨૦ ત્રસદશક-સ્થાવરદશક મળીને નામકર્મના ૬૭ ઉત્તરભેદો બંધ અને ઉદયમાં ગણાય છે. પરંતુ સત્તામાં પાંચ બંધન, પાંચ સંઘાતન અને વર્ણાદિના ૨૦ ભેદ જુદા જુદા ગણાતા હોવાથી સત્તામાં નામકર્મની ૯૩ પ્રકૃતિઓ ગણાશે. આ વિષય પ્રથમ કર્મગ્રંથમાં આવેલો હોવાથી અહીં વધારે વિસ્તાર કરતા નથી. | ૬ |
શાના. દર્શના.| વેદ. | મોહ. | આયુ. નામ. | ગોત્ર | અંત. | કુલ | બંધમાં ૫ | ૯ | ૨ | ૨૬ | ૪ | ૬૭ | ૨ | ૫ | ૧૨૦ ઉદયમાં ૫ | ૯ | ૨ | ૨૮ | ૪ | ૬૭ | ૨ | ૫ | ૧૨૨ સત્તામાં ૫ | ૯ | ૨ | ૨૮ | ૪ | ૯૩ | ૨ | ૫ | ૧૪૮|
અવતરણ - મૂલકર્મની ઉત્તર પ્રવૃતિઓ કહીને હવે એક એક કર્મની ઉત્તરપ્રકૃતિઓને આશ્રયી સંવેધભાંગા જણાવે છે. ત્યાં સૌથી પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ અને અંતરાયકર્મના (બન્નેના ભાંગા તુલ્ય હોવાથી બન્નેના સાથે) સંવેધભાંગા જણાવે છે -
बंधोदयसंतंसा, नाणावरणंतराइए पंच । बंधोवरमे वि तहा, उदयसंता हुंति पंचेव ॥ ७ ॥ बन्धोदयसदंशाः, ज्ञानावरणान्तराययोः पञ्च । बन्धोपरमेऽपि तथा, उदयसती भवतः पञ्चैव ॥ ७ ॥
ગાથાર્થ – જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મમાં બંધ- ઉદય અને સત્તા રૂપે પાંચ પાંચ પ્રકૃતિઓ (૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી) હોય છે તથા બંધ અટક્યા પછી પણ ઉદય અને સત્તા પાંચની હોય છે. // ૭ /
વિવેચન - જ્ઞાનાવરણીય કર્મની મતિજ્ઞાનાવરણીયાદિ પાંચે પ્રકૃતિઓ અને અંતરાય કર્મની દાનાન્તરાયાદિ પાંચ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી સાથે જ બંધાય છે. અને સદાકાળ બંધાય છે. પરંતુ કોઈ વાર એક પ્રકૃતિ બંધાય અને કોઈ વાર બે ત્રણ પ્રકૃતિઓ બંધાય, આવું બનતું નથી. તેથી પાંચ પ્રકૃતિ-આત્મક એક જ બંધસ્થાનક છે તથા ધ્રુવોદયી હોવાથી અને ધૃવસત્તા હોવાથી ઉદયસ્થાનક અને સત્તાસ્થાનક પણ પાંચ પ્રકૃતિ-આત્મક એક જ છે.
મિથ્યાત્વ ગુણસ્થાનકથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી આ બંને કર્મોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org