Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦
ગાથા : ૬
છઠ્ઠો કર્મગ્રંથ ઉત્તરપ્રકૃતિઓની સંખ્યા કહે છે. આ ગાથા મૂલગ્રંથની (સપ્તતિકાની) નથી. પરંતુ શતક પ્રકરણની ૩૯મી ગાથા છે. જે અહીં પ્રક્ષિપ્ત કરાયેલી છે -
पंच नव दुन्नि अट्ठावीसा, चउरो तहेव बायाला । दुन्नि य पंच य भणिया, पयडीओ आणुपुव्वीए ।। ६ ।। पञ्च नव द्वे अष्टाविंशतिः, चतस्त्रस्तथैव द्वाचत्वारिंशत् ।
પૐ ૨ મતિ, પ્રતિય ભાનુપૂર્ચા | ૬ . ગાથાર્થ - મૂલ આઠે કર્મોની ઉત્તર પ્રવૃતિઓ અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્યાવીસ, ચાર, બેતાલીસ, બે અને પાંચ છે. / ૬ /
વિવેચન - જ્ઞાનાવરણીયાદિ મૂલ આઠે કર્મોની ઉત્તરપ્રકૃતિઓ આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય કર્મની મતિજ્ઞાનાવરણીયાદિ પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે. દર્શનાવરણીય કર્મની ચક્ષુદર્શનાવરણાદિ ચાર અને નિદ્રાપંચક એમ નવ ઉત્તરપ્રકૃતિઓ છે. વેદનીય કર્મની સાતા - અસાતા એમ બે ઉત્તરપ્રકૃતિઓ છે. મોહનીયકર્મની મિથ્યાત્વમોહનીયાદિ ત્રણ દર્શનમોહનીય, સોળ કષાયમોહનીય અને નવ નોકષાયમોહનીય એમ અઠ્ઠાવીસ ઉત્તરપ્રકૃતિઓ છે. આયુષ્યકર્મની નરકાયુષ્યાદિ ચાર ઉત્તરપ્રકૃતિઓ છે. નામકર્મની ગતિ-જાતિ આદિ (૧૪) ચૌદ પિંડપ્રકૃતિઓ, પરાઘાતાદિ આઠ પ્રત્યેક પ્રકૃતિઓ અને ત્રસદસક તથા સ્થાવરદસક એમ ૪૨ ઉત્તરપ્રકૃતિઓ છે. ગોત્રકર્મની ઉચ્ચ-નીચ એમ બે ઉત્તરપ્રકૃતિઓ છે અને અંતરાયકર્મની દાનાન્તરાયાદિ પાંચ ઉત્તરપ્રવૃતિઓ છે. આ સર્વે ઉત્તરપ્રવૃતિઓ કર્મવિપાક નામના પ્રથમકર્મગ્રંથમાં સવિસ્તરપણે સમજાવેલી છે, તેથી અહીં તેનો ફરી વિસ્તાર કરતા નથી.
મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિઓ છે. પરંતુ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય બંધમાં નથી. કારણ કે મિથ્યાત્વમોહનીય એક જ બંધાય છે. બંધાયેલી મિથ્યાત્વમોહનીય જ શુદ્ધિકરણ કરવાથી મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીયરૂપે બને છે. તેથી બંધમાં મોહનીયકર્મની સમ્યકત્વ મોહનીય - મિશ્રમોહનીય વિના છવ્વીસ જ ગણાય છે. ઉદય અને સત્તામાં અઠ્ઠાવીસ ગણાય છે.
નામકર્મની ૧૪ પિંડપ્રકૃતિ, ૮ પ્રત્યેકપ્રકૃતિ, ૧૦ ત્રસદશક અને ૧૦ સ્થાવરદશક આમ કુલ ૪૨ પ્રકૃતિઓ કહી છે. પરંતુ બંધ અને ઉદયમાં નામકર્મની ૬૭ અને સત્તામાં ૯૩ (અથવા ૧૦૩) ગણાય છે. જે ૧૪ પિંડપ્રકૃતિઓ છે તેના જ ઉત્તરભેદો ૬૫ થાય છે. ગતિના ૪, જાતિના ૫, શરીરના ૫, અંગોપાંગના ૩, બંધનના ૫, સંઘાતનના ૫, સંઘયણના ૬, સંસ્થાનના ૬, વર્ણના ૫, ગંધના ૨, રસના ૫, સ્પર્શના ૮, આનુપૂર્વીના ૪ અને વિહાયોગતિના ૨ આમ કુલ ૬૫ ભેદો થાય છે. તેમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org