Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૪
છઠ્ઠો કર્મગ્રંથ વિવેચન - સંસારમાં અનંતા જીવો છે. તેના વિવક્ષાભેદે પ૬૩ ભેદ પણ છે અને ૧૪ ભેદ પણ છે. પ૬૩ ભેદો જીવવિચારમાં સમજાવ્યા છે અને ૧૪ ભેદો ચોથા કર્મગ્રંથમાં સમજાવ્યા છે. તે ૧૪ ભેદોની અપેક્ષાએ જીવસ્થાનકમાં સંવેધ અહીં સમજાવે છે.
(૧) સૂક્ષ્મ એકેન્દ્રિય, (૨) બાદર એકેન્દ્રિય, (૩) બેઇન્દ્રિય, (૪) તે ઇન્દ્રિય, (૫) ચઉરિન્દ્રિય, (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય, અને (૭) સંજ્ઞી પંચેન્દ્રિય આમ કુલ ૭ જીવસ્થાનક છે. તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે બે ભેદ કરવાથી કુલ ૧૪ જીવસ્થાનક થાય છે. તે ૧૪ જીવસ્થાનકોમાંથી અંતિમભેદ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાને છોડીને બાકીના ૧૩ જીવસ્થાનકોમાં મૂલ આઠકમના ૭ ભાંગામાંથી ૨ ભાંગા હોય છે.
સાતનો બંધ આઠનો ઉદય અને આઠની સત્તા (૭ - ૮ - ૮) આ ભાંગો તેરે જીવસ્થાનકોમાં આયુષ્યના બંધકાલ વિનાના સર્વે કાલમાં હોય છે અને આઠનો બંધ આઠનો ઉદય અને આઠની સત્તા (૮ - ૮ - ૮) આ ભાંગો તેરે જીવસ્થાનકોમાં આયુષ્ય-બંધકાલે અંતર્મુહૂર્ત માત્ર હોય છે. આ તેર જીવસ્થાનકોમાં ૧ - ૨ - ૪માંથી જ યથાયોગ્ય ગુણસ્થાનકો હોય છે. અન્ય ગુણસ્થાનકો સંભવતાં નથી અને ૧ - ૨ - ૪ આ ગુણસ્થાનકોમાં ઉપરોક્ત બે જ ભાંગા સંભવે છે તથા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં પ્રથમના ૧ થી પ ભાંગા હોય છે. ત્યાં ૮ – ૮ – ૮ આ ભાંગો આયુષ્ય બંધકાલે, ૭ - ૮ - ૮ આ ભાંગો આયુષ્યના બંધકાલના અભાવમાં, ૬ - ૮ - ૮ આ ભાંગો ઉપશમ અને ક્ષપક શ્રેણિમાં સૂક્ષ્મસંપરાયે, ૧ - ૭ - ૮ આ માંગો ઉપશમ શ્રેણિમાં ઉપશાન્તમોહે અને ૧ - ૭ – ૭ આ ભાંગો ક્ષપકશ્રેણિમાં ક્ષણમોહે હોય છે. મનોવિજ્ઞાનવાળાને સંજ્ઞી કહેવાય છે. જે મન દ્વારા ચિંતન - મનન કરે છે તે સંજ્ઞી. આ વિવક્ષાથી ૧ થી ૧૨ ગુણસ્થાનકવાળા જીવો જ સંજ્ઞી તરીકે કહ્યા છે. કેવલી પરમાત્મા કેવલજ્ઞાનયુક્ત હોવાથી મનન - ચિંતનસ્વરૂપ ભાવમન રહિત હોવાથી સંજ્ઞી તરીકે કહ્યા નથી. કેવલી પરમાત્માને ન સંસી અને નો માં કહેવાય છે. તેથી કેવલી પરમાત્માની સંજ્ઞી તરીકે વિવક્ષા ન કરવાથી સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાને ૫ ભાંગા ઘટે છે.
ચિત્ર આ પ્રમાણે છે
૧૩ જીવસ્થાનકમાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં ભાંગ હોય છે. તેમાં ગુણસ્થાનકે બંધ | ઉદય સત્તા બંધ | ઉદય | સત્તા | એકનો બંધ, ચારનો ઉદય અને ચારની ૮ | ૮ | ૮ | | ૮ | ૮ | ૮ | સત્તા (૧-૪-૪) તથા ચૌદમે ગુણસ્થાનકે[૭ | ૮ અબંધ, ચારનો ઉદય અને ચારની સત્તા કેવલી પરમાત્મામાં ! (૦-૪-૪) આમ છેલ્લા બે ભાંગા જ ૧ | હોય છે.
[૦ | ૪ | ૪ | ૧ | ૭ | ૭ |
v1v|9|
[N INTS| જી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org