Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૪
૧ના બંધે ત્રણ વિકલ્પો એટલે કે ૩ ભાંગા હોય છે. ૧નો બંધ અગિયારમે બારમે અને તેરમે ગુણઠાણે હોય છે. ત્યાં અગિયારમા ગુણસ્થાનકે મોહનીયનો ઉદય હોતો નથી. પરંતુ તેની સત્તા હોય છે માટે ૭નો ઉદય અને ૮ની સત્તા અગિયારમે ગુણસ્થાનકે હોય છે. બારમે ગુણઠાણે મોહનીયનો ઉદય પણ હોતો નથી અને મોહનીયની સત્તા પણ હોતી નથી. તેથી સાત કર્મનો જ ઉદય અને સાત કર્મની જ સત્તા હોય છે તથા તેરમા ગુણસ્થાનકે ઘનઘાતી કર્મોનો ક્ષય થયેલ હોવાથી ચાર (અઘાતી કર્મોનો) જ ઉદય અને ચારની જ સત્તા હોય છે.
-
અબંધ ચૌદમે હોય છે. ત્યાં ચાર અઘાતી કર્મોનો ઉદય અને તે જ ચાર અઘાતી કર્મોની સત્તા જાણવી. આ પ્રમાણે વિચારતાં મૂલ ૮ કર્મોના કુલ ૭ સંવેધ ભાંગા થાય
છે.
ચિત્ર આ પ્રમાણે છે
અનુક્રમ બંધ
૧
८
ર
»×× W O
૭
Jain Education International
૭ n
૧
છ
ઉદય
८
८
८
૭
૪
૪
સત્તા
८
८
८
૩ ૪ ‰
૪
૪
ગુણસ્થાનક ત્રીજા વિના
૧ થી ૭
૧ થી ૯
૧૦મું
૧૧મું
૧૨મું
૧૩મું
૧૪મું
ઉત્કૃષ્ટ કાલપ્રમાણ
અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વક્રોડના ત્રીજા ભાગના વર્ષથી અધિક છ માસન્યૂન ૩૩ સાગરોપમ
ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત દેશોનપૂર્વક્રોડ વર્ષ
For Private & Personal Use Only
૭
પાંચ હૂસ્વસ્વરના ઉચ્ચારણ
કાલ પ્રમાણ
અવતરણ - હવે મૂલકર્મોના આ આઠ સંવેધભાંગા ૧૪ જીવસ્થાનકોમાં સમજાવે છે. કયા જીવસ્થાનકમાં મૂલકર્મોના કેટલા સંવેધભાંગા હોય ?
सत्तट्ठबंधअड्डदयसंत तेरससु जीवठाणेसु ।
एगम्मि पंच भंगा, दो भंगा हुंति केवलिणो ।। ४ ।। सप्ताष्टबन्धोऽष्टोदयसती त्रयोदशसु जीवस्थानेषु ।
एकस्मिन् पञ्च भङ्गा द्वौ भङ्गौ भवतः केवलिनः ।। ४ ।।
ગાથાર્થ - તેર જીવસ્થાનકોમાં સાત અથવા આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા એમ બે ભાંગા હોય છે અને એક જીવસ્થાનકમાં (સંજ્ઞી પંચેન્દ્રિયમાં) પાંચ ભાંગા હોય છે તથા કેવલી ભગવાનને બે ભાંગા હોય છે. ।। ૪ ।।
www.jainelibrary.org