Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છટ્ટો કર્મગ્રંથ
ગાથા : ૩ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વદોડના ત્રીજા ભાગે અધિક છમાસચૂન ૩૩ સાગરોપમ પ્રમાણ હોય છે. ૬ના બંધનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે અને ૧ના બંધનો કાળ જઘન્યથી ૧૧મા ગુણસ્થાનકને આશ્રયી ૧ સમય અને બારમા-તેરમાને આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત હોય છે તથા ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ હોય છે. અબંધનો કાળ ચૌદમા ગુણસ્થાનકને આશ્રયી પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણના કાલપ્રમાણ અને સિદ્ધાવસ્થાને આશ્રયી અનંતકાળ હોય છે.
મૂલકર્મોને આશ્રયી ૩ ઉદયસ્થાનક છે. એકથી દસ ગુણસ્થાનક સુધી સદાકાલ આઠે આઠ કર્મોનો ઉદય હોય છે તે ૮નું ઉદયસ્થાનક છે. તેનો કોલ અભવ્યને આશ્રયી અનાદિ – અનંત, ભવ્યને આશ્રયી અનાદિ-સાત્ત અને ૧૧માં ગુણસ્થાનકેથી પડેલાને આશ્રયી સાદિ-સાન્ત. તે કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અપાઈપુદ્ગલપરાવર્ત. અગિયારમા - બારમા ગુણસ્થાનકે મોહનીયકર્મનો ઉદય ન હોવાથી ૭ કર્મનું ઉદયસ્થાનક છે. તે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. તેરમા - ચૌદમા ગુણસ્થાનકે ઘનઘાતી કર્મો ક્ષય પામેલાં હોવાથી શેષ ૪ અઘાતી કર્મોનું ઉદયસ્થાનક છે. તેનો કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડવર્ષ પ્રમાણ છે. આમ ૮ - ૭ - ૪ નાં કુલ ત્રણ ઉદયસ્થાનક છે.
સત્તાસ્થાનક પણ ૮ - ૭ - ૪ આમ કુલ ત્રણ છે. એકથી અગિયાર ગુણસ્થાનક સુધી આઠે કમોની સત્તા હોવાથી ૮નું સત્તાસ્થાનક છે. તેનો કાલ અનાદિ - અનંત અને અનાદિ સાત્ત છે. અગિયારમે ગુણસ્થાનકે પણ આઠની જ સત્તા હોવાથી સાદિ - સાન્ત કાલ થતો નથી. બારમા ગુણસ્થાનકે મોહનીયકર્મ વિના ૭નું સત્તાસ્થાનક છે. તેનો કાલ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ છે. તેરમે - ચૌદમે ગુણસ્થાનકે અઘાતી એવાં ૪ કર્મોની જ સત્તા છે. તેનો કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે.
આ પ્રમાણે મૂલ આઠ કર્મોનાં ૮ - ૭ - ૬ - ૧ આમ કુલ ચાર બંધસ્થાનક છે, ૮ - ૭ - ૪ આમ કુલ ત્રણ ઉદયસ્થાનક છે. અને ૮ - ૭ - ૪ આમ કુલ ત્રણ સત્તાસ્થાનકો છે. હવે આ ત્રણેની સાથે વિચારણા કરીને સમન્વય કરવા રૂપે એટલે કે સમ્યમ્ રીતે વિભાગ કરવા રૂપે સંવેધ આવતી ત્રીજી ગાથામાં કહીશું. | ૨ |
अट्ठविहसत्तछब्बंधएसु, अद्वेव उदयसंतंसा । एगविहे तिविगप्पो, एगविगप्पो अबंधम्मि ।। ३ ।। अष्टविधसप्तषड्बन्धकेषु, अष्ट्रवोदयसत्तांशाः । વિશે ત્રિવિ૫:, વિન્ધો વધે છે રૂ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org