Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૨ છે. તેમાંનું એક પણ પદ કે એક પણ અર્થ ચલિત કરવાને કોઈ શક્તિમાન નથી તેવા કર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૃતમાંથી આ સંક્ષેપાત્મક ગ્રંથ બનાવ્યો છે. તે આ સંક્ષેપ આત્માર્થી જીવો માટે રસપ્રદ, સરળ અને સુખદ છે. તે માટે હે ભવ્ય જીવો ! મારા વડે કહેવાતા આ સંક્ષેપને તમે સાંભળો. (શ્ર). અભ્યાસકવર્ગ અનાભોગ (અનુપયોગદશા)ના વશથી કદાચ પ્રમાદવાળા બની જાય તો પણ અભ્યાસ કરાવનારાએ કંટાળવું નહીં, ઉદ્વેગી બનવું નહીં, પણ વિશિષ્ટબોધમાં કારણ બને તેવાં સુમધુર વચનો દ્વારા શ્રોતાઓના મનને પ્રસન્ન કરીને આગમોના અર્થો ભણાવવા જોઈએ. પ્રિય આલાપો દ્વારા શ્રોતાવર્ગના હૃદયને આકર્ષીને પણ જ્ઞાનપ્રદાન કરવું જોઈએ. આવો ભાવ “શ્રપુ' શબ્દના ઉલ્લેખથી જાણવો.
મંગલાચરણ = “સિદ્ધિપ'િ આ પદમાં મંગલાચરણ છે. વિષય = “વંથોદ્રયસંતપડાપITvi સંવેd' આ પદમાં વિષય છે. સંબંધ = “લિક્િવાય નીસિં’ આ પદમાં સંબંધ છે.
પ્રયોજન = ભવ્યજીવોના ઉપકાર માટે અને પોતાની સ્મરણશક્તિની વૃદ્ધિ માટે આ ગ્રંથરચના છે. આ વાત અધ્યાહારથી સમજી લેવી.
આ ગ્રંથમાં કહેલી સઘળી વાતો દૃષ્ટિવાદના ઝરણારૂપ હોવાથી અને કર્મપ્રકૃતિ નામના પ્રાભૃતને અનુસારે હોવાથી આ ગ્રંથ “સર્વજ્ઞમૂલક' છે. તેથી પૂર્ણપણે સત્ય છે એવી શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથનું અધ્યયન કરવું - કરાવવું | ૧ |
અવતરણ - બંધ - ઉદય અને સત્તા પ્રકૃતિઓનો આ સંક્ષેપ કેવી રીતે કહેવાશે? તે જણાવે છેकइ बंधंतो वेयइ, कइ कइ वा संतपयडिठाणाणि । मूलुत्तरपयईसुं भंगविगप्पा मुणेअव्वा ॥ २ ॥ कति बध्नन् वेदयते कति वा सत्प्रकृतिस्थानानि । मूलोत्तरप्रकृतीनां भङ्गविकल्पास्तु बोद्धव्याः ।। २ ।।
ગાથાર્થ - કેટલી પ્રકૃતિ બાંધતો જીવ કેટલી પ્રકૃતિ વેદે ? અથવા તેને કેટલી કેટલી પ્રકૃતિ સત્તામાં હોય ? આવા પ્રકારના ભાંગાના વિકલ્પો મૂલકર્મ અને ઉત્તરકર્મોમાં જાણવા જેવા છે. / ૨ /
વિવેચન - કોઈ પણ જીવ કેટલી કેટલી કર્મપ્રકૃતિઓને બાંધતો હોય ત્યારે કેટલી કેટલી કર્મપ્રકૃતિઓને ઉદયથી વેદતો હોય અને કેટલી વેદતો હોય ત્યારે કેટલી કર્મપ્રકૃતિઓ તે કાલે તે જીવને સત્તામાં હોય. આમ બંધ - ઉદય અને સત્તાની સાથે વિચારણા કરવી, સમ્યક પ્રકારે વિભાગ (વહેંચણી) કરવા રૂપે વિચારણા કરવી. તેને સંવેધ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ મૂલ આઠ કર્મ અને મતિજ્ઞાનાવરણીયાદિ ૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org