Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
णमोत्थु णं सिरिसमणभगवंतमहावीरस्स
પૂજ્ય આચાર્યશ્રી ચન્દ્રમહત્તરાચાર્યકૃત (સપ્તતિકા નામનો)
છઠ્ઠો કર્મગ્રંથ
એકથી પાંચ કર્મગ્રંથો સમાપ્ત કરીને હવે છઠ્ઠા કર્મગ્રંથનું કંઇક સરળ અને સુખબોધ એવું ગુજરાતી વિવેચન શરુ કરીએ છીએ. છટ્ઠા કર્મગ્રંથની મૂલ ગાથા ૭૦ હોવાથી તેનું ‘સતિકા' આવું નામ છે. શ્રી ચંદ્રમહત્તરાચાર્યે આ ગ્રંથ બનાવ્યો છે. આ કર્મગ્રંથ ઉપર પૂ.આ.શ્રી મલયગિરિજીકૃત સંસ્કૃત ટીકા છે તથા કોઇ પૂ. ચિરંતનાચાર્યકૃત ‘સત્તરી ગ્રંથ' (એટલે કે સપ્તતિકા ગ્રંથ) છે કે જેના ઉપર કોઇ પ્રાચીનાચાર્યકૃત ચૂર્ણિ છે. તથા પૂ.શ્રી ચન્દ્રર્ષિઆચાર્યકૃત પંચસંગ્રહના ત્રીજા ભાગ રૂપે સપ્તતિકા ગ્રંથ પણ છે કે જેના ઉપર પૂ. શ્રી મલયગિરિજીકૃત ટીકા છે તથા પૂ. અભયદેવાચાર્યકૃત ‘સપ્તતિકા ભાષ્ય' છે કે જેના ઉપર પૂજ્ય આ.શ્રી માનતુંગાચાર્યકૃત સંસ્કૃત ટીકા છે. ઇત્યાદિ ગ્રંથોને સામે રાખીને અમે આ વિવેચન લખીએ છીએ. ગ્રંથની મૂલગાથા ૭૦ હોવા છતાં ભાષ્ય આદિની વધારે ઉપયોગી લાગતી કોઇ કોઇ ગાથાઓ સ્પષ્ટ અર્થ માટે તેમાં ઉમેરવાથી ૯૧ ગાથાઓ પ્રચલિત છે. કઇ કઇ ગાથાઓ મૂલગ્રંથની છે અને કઇ કઇ ગાથાઓ ભાષ્ય આદિની છે, તે વાત તે તે ગાથા પ્રસંગે જ સમજાવીશું તથા અંતે પણ ગાથા નંબર સાથે જણાવીશું.
-
વિદ્વાન પુરુષો આ ગ્રંથના અભ્યાસમાં સુખે સુખે પ્રવૃત્તિ કરે, તે માટે પ્રારંભમાં મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન જણાવે છે
सिद्धपएहिं महत्थं, बंधोदयसंतपयडिठाणाणं । યુદ્ધં મુળ સંàવું, નીમંત્ વિદ્ધિવાયફ્સ ।। ? !! सिद्धपदेभ्यः महार्थं, बन्धोदयसत्प्रकृतिस्थानानाम् । વચ્ચે, શ્રુનુ સંક્ષેપ, નિઃચન્દ્ર વૃષ્ટિવાવસ્ય | શ્॥
Jain Education International
ગાથાર્થ - અચલિત પદોવાળા ગ્રંથોમાંથી (સંગ્રહ કરીને) બંધ ઉદય અને સત્તાપ્રકૃતિઓના સ્થાનોનો, મહાન અર્થવાળો અને દૃષ્ટિવાદ નામના બારમા અંગના ઝરણા સ્વરૂપ એવો સંક્ષેપ હું કહીશ. તે સંક્ષેપ હે ભવ્યજીવો ! તમે સાંભળો. ।।૧।।
For Private & Personal Use Only
www.jainelibrary.org