Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
છઠ્ઠો કર્મગ્રંથ
ગાથા : ૫ અવતરણ - હવે આ જ મૂલકર્મોના સંવેધભાંગા ૧૪ ગુણસ્થાનકોમાં ઘટાવે છે. अट्ठसु एगविगप्पो, छस्सु वि गुणसन्निएसु दुविगप्यो । पत्तेयं पत्तेयं, बंधोदयसंतकम्माणं ।। ५ ।। अष्टसु एकविकल्पः, षट्सु अपि गुणसंज्ञिकेषु द्वौ विकल्पौ । प्रत्येकं प्रत्येकं, बन्धोदयसत्कर्मणाम् ।। ५ ।।
ગાથાર્થ - આઠ ગુણસ્થાનકોમાં એક એકમાં ૧ ભાંગો અને છ ગુણસ્થાનકોમાં દરેકમાં ૨-૨ ભાંગા હોય છે. આ રીતે બંધ-ઉદય અને સત્તા કર્મોના ભાંગા જાણવા. // પI
વિવેચન - ચૌદ ગુણસ્થાનકોમાં જ્યાં આયુષ્યકર્મના બંધને યોગ્ય અધ્યવસાય સ્થાનોનો સંભવ નથી તેવા મિશ્રદષ્ટિ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આમ ૩ ગુણસ્થાનકોમાં સાતનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા (૭-૮-૮) એમ એક એક જ ભાંગો હોય છે તથા સૂમસંપાયે આયુષ્ય અને મોહનીયનો બંધ ન હોવાથી છ મૂલકર્મોનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા (૬-૮-૮), ઉપશાન્તમોહે માત્ર વેદનીયનો જ બંધ હોવાથી અને મોહનીયનો ઉદય ન હોવાથી એકનો બંધ, સાતનો ઉદય અને આઠની સત્તા (૧-૭-૮), ક્ષીણમોહે મોહનીયની સત્તા પણ ન હોવાથી એકનો બંધ, સાતનો ઉદય અને સાતની સત્તા (૧-૭-૭), સયોગી કેવલી ગુણસ્થાનકે ઘનઘાતી કર્મોનો ક્ષય હોવાથી તેનો ઉદય અને તેની સત્તા નથી, તે માટે એકનો બંધ, ચારનો ઉદય અને ચારની સત્તા (૧-૪-૪) અને ચૌદમાં ગુણસ્થાનકે વેદનીયકર્મનો પણ બંધ ન હોવાથી અબંધ, ચારનો ઉદય અને ચારની સત્તા (૦-૪-૪). આમ ૩૮-૯-૧૦-૧૧-૧૨-૧૩-૧૪ આ આઠ ગુણસ્થાનકોમાં મૂલકર્મોના ૭ ભાંગામાંથી માત્ર એક એક ભાંગો જ યથોચિત સંભવે છે.
શેષ ૬ ગુણસ્થાનકોમાં પ્રથમના બે ભાગા સંભવે છે. મિથ્યાદૃષ્ટિ - સાસ્વાદન - અવિરત - દેશવિરત - પ્રમત્ત અને અપ્રમત્ત આ છ ગુણસ્થાનકોમાં જ્યારે જ્યારે આયુષ્યનો બંધ થતો હોય છે ત્યારે ત્યારે આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા (૮ - ૮ - ૮) આ પ્રથમ ભાંગો હોય છે અને આયુષ્યના બંધકાલ વિનાના શેષકાલે સાતનો બંધ, આઠનો ઉદય અને આઠની જ સત્તા (૭ - ૮ - ૮) આમ બીજો ભાંગો હોય છે. આ રીતે છ ગુણસ્થાનકોમાં પ્રથમના ૨ ભાંગા અને આઠ ગુણસ્થાનકોમાં યથાયોગ્ય એક જ ભાંગો હોય છે. જે ૫ |
અવતરણ - આ પ્રમાણે મૂલકર્મના સંવેધ ભાંગા સમજાવીને હવે ઉત્તરપ્રકૃતિઓના સંવેધભાંગા ગ્રંથકારશ્રી સમજાવે છે. ત્યાં કયા કયા મૂલકર્મની કેટલી કેટલી ઉત્તરપ્રકૃતિઓ છે ? તે પ્રથમ કર્મગ્રંથના અભ્યાસને અનુસાર સમજાવેલું છે, તો પણ તેની સ્મૃતિ તાજી કરવા છઠ્ઠી ગાથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org