Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ. જૈન સાહિત્ય સમારોહ જ્યારે નવી દષ્ટિથી આગળ ધપવા માગે છે ત્યારે કેવું સાહિત્ય પ્રગટ કરવું તેનો પણ વિચાર કરે જોઈએ. માત્ર હસ્તપ્રતોનું પ્રકાશન કરવાથી કંઈ ન વળે. કેટલીક હસ્તપ્રતો પ્રકાશિત કરવાની જરૂર ન લાગે તો તેની પાછળ વ્યર્થ ખર્ચ ન કરવો જોઈએ પરંતુ પ્રગટ થતી કૃતિ તુલનાત્મક અભ્યાસવાળી, ઊંડી સમજ આપનારી અને જ્ઞાનના માર્ગો ખેલનારી હેવી. જોઈએ. આજે સંશોધનના નામે જે ચાલી રહ્યું છે તેવું નહીં, પરંતુ, ખરેખર જેને “તુલનાત્મક” સંશાધન કહી શકાય તેવું કાર્ય થવું જોઈએ. આમ થાય તો તે વધારે ઉપયોગી થાય. અલબત્ત, આવા કાર્ય પાછળ જીવન સમર્પણ કરવાવાળા કેટલા એ એક પ્રશ્ન જ છે.”
તેમણે જણાવ્યું હતું કે “આપણાં શાસ્ત્રોમાં કેટલીક ખગોળ,. ભૂગોળની બાબત છે. આપણે જીવવિચાર (Biology) ગહનમાં ગહન છે. તેમાં અંતરદર્શન છે, પરંતુ જૈન જીવવિચાર અને વર્તમાન બાયોલોજી, એ પ્રમાણે જૈન તર્ક અને વર્તમાન તકે શાખાઓ, જેન માનસશાસ્ત્ર અને વર્તમાન માનસશાસ્ત્ર - આ અંગે ડેઈ તટસ્થ અભ્યાસ થયો છે ? આવો અભ્યાસ હાથ ધરવો જોઈએ.
“ભગવાન મહાવીરે પિતાના યુગ માં સંસ્કૃત છોડીને એકવખતની પ્રાકૃત ભાષામાં ઉપદેશ કર્યો. આપણે હજી પણ એ પ્રાકૃત જ ગાખીએ છીએ. પછી ભલે તેમાં કાંઈ સમજ ન પડે. આપણું બાળકોને પણ એ જ ચીલે ચલાવીએ છીએ. આજે વર્તમાન ભાષામાં. સાહિત્યપ્રદાન કરવાની આપણી તૈયારી કેટલી ?” પ્રમુખશ્રીનું વક્તવ્ય
જૈન સાહિત્ય સમારોહના પ્રમુખસ્થાનેથી ડો. કે. કા. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે “જૈન સાહિત્ય વિશે કાંઈક કહેવાનું હોય તો તત્વજ્ઞાનમાં ચંચુપાત કરે પડે. એમાં ઊંડા ઊતરતાં “અનેકાન્તવાદ” જ સામે આવે. આવેદમાં નજર કરીએ તો આ અનેકાતવાદનાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org