________________
જય હિન્દ ખાએથી ખૂબ વિચાર કરવા પડશે, થાડા દિવસ પછી આપણે મળીએ એમ કહીને તેએ ચાલ્યા આવેલા,
..
હજુ તમારા તરફથી તા કશા જ સમાચાર નથી, મારા દેવ! હું ચહેરા તે બહુ જ ઠાવકા રાખીને ક્રુ છું. હસું છું. ઠંડામશ્કરીમાં ભાગ લઉં છું. આ ચર્યાએ જે ઉત્સાહ જગાવ્યા છે તેમાં આતપ્રાપ્ત થવાની કોશિશ કરું છું. પણ મારા અંતરના ઊંડાણમાં કેટકેટલી વ્યથા સળગી રહી છે, એ બીજા શું જાણે ? પ્રતિપળે મારા હૃદયમાં તમારા નામનું રટણ ચાલી રહ્યું છે: અખંડ જાપ. પ્રભુ એમને કુશળ રાખજો. એમની પડખે રહેજો, એમનું જતન કરો,
ફેબ્રુઆરી ૧૧, ૧૯૪૨
આગેવાને એ મેજર ફુવારાને સાવધાનીભર્યા જવાબ મેાકયે છેઃ આધા જઈને પાછા ન વળવું પડે એવા. આવા ગંભીર નિર્ણય કરતાં પહેલાં આખા મલાયાંની ધરતી ઉપરની હિંદી વસતિના આગેવાના સાથે મસલત કરવી જરૂરી છે એમ તેમણે જાળ્યું છે. મલાયામાં સેન્ટ્રલ ઈન્ડિયન એસેાસીએશન’ નામની એક સસ્થા છે એ વાતની પણ તેમણે એને ખબર આપી છે. એસેાસીએશનના પ્રમુખ શ્રી. એન. રાધવનને આ સંબધી ચર્ચામાં ભાગ લેવા માટે સિંગાપુર તેડાવવા જોઈએ, એવી સૂચના પણ તેમણે મેકલી છે.
એટલે હવે આવતા મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં આખા મલાયાના હિંદી આગેવાન વચ્ચે આ બાબત મંત્રણા થવાને સંભવ છે. સિંગાપુરમાં તા લોકમત બન્ને બાજુએ છે, જો કે બહુમતિ હિંદી સ્વાતંત્ર્ય સાઁધ' સ્થાપવાની તરફેણમાં છે. એમનું કહેવું એમ છે કે જાપાની પાતાના ખેલેલા મેલ પાળે છે કે નહિ એનું પારખું કરી જુઓ. આપણે ફ્કત હિંદની સ્વાધીનતાને ખાતર જ આપણી સેવાઓ આપવાના છીએ એટલી ચાખવટ પહેલાં કરી દેવી.
પણ કેટલાક માને છે કે બ્રિટિશ હજુ યે પાછા આવશે. એટલે આપણે માટે સારા રસ્તે એ છે કે વધુ નહિ તે એકાદ બે મહિના માટે તેલ જુઓ, તેલની ધાર જીઆ' એ વૃત્તિ જ રાખવી. દૂધના દાઝ્યા છાશ ફૂંકીને પીએ ...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com