________________
હુકમત-એ-આઝાદ હિંદ
ઘેલી એ મેદનીએ “કોઈન” તેડીને મંચ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, અને જ્યારે નેતાજીએ એમને કહ્યું કે જ્યાં છે ત્યાં ઊભા રહે અને તમારી સંમતિ હાથ ઊંચા કરીને દર્શાવે” ત્યારે ઊંચા થયેલા હાથનું એક વિશાળ વન ઊભું થઈ ગયું. પછી ફેજના સિપાહીઓએ એમની બંદૂક ઊંચકી અને પિતાના ખભા ઉપર ઊંચી કરી તથા સંગીના એક વિરાટ સમૂહથી પિતાની સંમતિ આપી. એ દશ્ય હું કોઈ દિવસ ભૂલી શકીશ નહિ. મેં પણ મારી સંગીન ખુલ્લી કરી અને એને ઊંચે ધરી રાખી. પાગલપણે અમે અમારે યુદ્ધ-નાદ પિકારી રહ્યાં હતાં, “ચલે દિલ્લી, ચલે દિલ્લી.”
તાકુબેતુસી સમક્ષ પાદંગ ખાતે ગઈ કાલે ફેજની લશ્કરી કવાયત પણ ગોઠવવામાં આવી હતી. બરાબર સાડાદશ વાગે નેતાજી આવ્યા. એ એકદમ નિયમિત છે, સમય પાલન કરનારા છે. પોતાના પ્રધાનમંડળની સાથે નેતાજીએ ફેજનું નિરીક્ષણ કર્યું અને સલામી લીધી. હૈયું હચમચાવી નાખે એવા અત્યંત પ્રેરક ભાષણથી એમણે સૈનિકોના જસ્સામાં આભચૂમતી ભરતી આણી. અમારી ટુકડી પણ ત્યાં હતી. જે નેતાજીએ દેશને માટે મારું માથું કાપી આપવાની માગણી કરી હતી, તે, મેં એ ને એ વખતે, ત્યાં જ મારું મસ્તક સમપ્યું હોત.
નેતાજીએ કહ્યું કે “જની મકસદ એક જ છે. હિંદને મુક્ત કરવું. જો અંતિમ મુકામ એક જ છેઃ દિલ્લીનો જૂનો લાલ કિલે. એમણે એ પણ પૂછયું કે કોઈ એવું છે ખરું કે જે ઉત્સાહના પ્રારંભિક પૂરથી ખેંચાઈને ફોજમાં જોડાઈ ગયું હોય અને હવે એમાંથી નીકળી જવા માગતું હોય? જે કોઈ હોય તે તે સાફ સાફ કહી દે અને ફેજમાંથી નીકળી જાય. પિતાની સ્વતંત્ર મુનસરીથી જોડાયેલા મુક્ત માનવીઓનું લશ્કર આ ફેજ છે અને રહેશે એ અંગે કોઈ જાતની શંકા રહેવી જોઈએ નહિ. આ બાબતમાં કોઈ પણ જાતની બળજબરી ન થવી જોઈએ.” આગળ ચાલતાં એમણે કહ્યું કે “દુનિયા જુએ કે કોઈ માણસ ફેજમાંથી નીકળી જવા ઈછતું નથી.” એમના વ્યાખ્યાનને એક આખો ફકરો હું નીચે ઉતારું છું:
જ્યારે આઝાદ હિંદ ફેજ પિતાનું યુદ્ધ શરૂ કરશે ત્યારે એ એની પિતાની સરકારની નેતાગીરી નીચે જ કરશે; અને જ્યારે તે હિંદમાં કુચ કરશે ત્યારે મુક્ત થયેલા પ્રદેશની હકૂમત, આપોઆપ, આપણી આઝાદ સરકારને
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com