________________
જય હિન્દ અમારા જંગના આ છેલ્લા તબક્કામાં મલાયાના સંઘે ઘણો મહત્વનો ભાગ ભજવવાને છે. અમારી ફેજનો અમુક ભાગ તો ઉત્તર તરફ મોકલી પણ દેવામાં આવ્યો છે. અત્યારે એફ. બર્મામાં છે. અમારી સરકારે બ્રિટન અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું છે–અને “સમાધાન” શબ્દને અમારા શબદકાશમાંથી છેકી નાંખવામાં આવ્યો છે. મલાયા એ અમારું, પીઠ સંભાળતું, નજીકનું વડું મથક થશે. અમારી સરકાર અને ફેજને સક્રિય અને જીવન્ત રાખવા માટે ધનની અને સિપાહીઓની અણખૂટ ધારાએ અહીંથી વહેતી રાખવી પડશે. નેતાજીના આગમન બાદ, “સ્વાતંત્ર્ય સે લ”નું કામ પાકા પાયા ઉપર મૂકવામાં આવ્યું છે. સંધની એકકેએક શાખા અને ઉપશાખામાં તળીઓ-ઝાટક પુનર્વ્યવસ્થા કરવામાં આવી છે. આવતે વર્ષે મલાયામાં ફેજ માટે વિશ હજાર સ્વયંસેવક સિપાહીઓ મળવા જોઈએ એ કવોટા” નેતાજીએ નકકી કરી આપ્યો છે. દરેક હિંદીને અમે લશ્કરી તાલીમ આપવાનું શરૂ કર્યું છે–તે ફેજમાં જોડાય કે નહિ તો પણ. અંગ્રેજોએ જે તાલીમથી હિંદીઓને એક વરસ સુધી વંચિત રાખ્યા એ તાલીમ, અમારી પ્રજાકીય સરકાર, કોઈ પણ જાતનાં બંધન મૂકયાં વિના સૌ કોઈને આપે છે. આપણે હિંદી પ્રજાને લશ્કરી અને વીર પ્રજા બનાવવી જોઈએ તથા અંગ્રેજોએ આપણું ઉપર જે કલંક મૂકયું છે તે ધેાઈ નાખવું જોઈએ. મને વળી એમ પણ લાગે છે કે અમે સર્વ પ્રકારની શકયતાઓ માટે આગળથી તૈયાર થઈ રહ્યા છીએ.
અમારા સંધના સભ્યોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. નેતાઓ ઈચ્છે છે કે દરેક હિંદી એને સભ્ય થાય. અત્યારે નાનમાં કુલ હિંદી વસતિને ચોપન ટકા જેટલો માણસે સંધના સભ્યો છે. જાહેરમાં કુલ હિંદી વસોતનાં છાસઠ ટકા જેટલા માણસે સંધના સભ્યો છે. મલાકકામાં કુલ હિંદી વસતિના સાઠ ટકા જેટલા સભ્યો છે.
સંઘની શાખાઓનું કાર્ય સામાજિક કલ્યાણ, , રાજકીય પ્રચારકાર્ય, ફેજમાં ભરતી, નાણું એકઠાં કરવાં, સાંસ્કારિક પ્રવૃત્તિઓ કરવી–એ જાતનું છે. મારી છેલ્લી મુલાકાત પછીથી તે હિંદુસ્તાનીના વર્ગોની સંખ્યા પણ ઘણી વધી ગઈ છે. હિંદીઓની દરેક વસાહતમાં હિંદુસ્તાનીના વર્ગો છે. હિંદુસ્તાની શીખવા પ્રયત્ન કરતાં સ્ત્રીપુરુષો જ્યાં ન હોય એવું એક પણ સ્થળ મેં કયાંય જોયું નથી. અંદરના ભાગની વસતિ મોટે ભાગે તામિલ છે.'એટલે આ વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com