________________
ચલ દિલ્લી
મારા માતાના તાજેતરના જ યુદ્ધના દિવસે મારી નજર સામે તરવરી રહ્યા. મુક્તિના ખપ્પરમાં કેટલા બત્રીસાઓનું શોણિત વહી રહ્યું છે ! પણું પાછી પાની અમે કદી યે કરીશું નહિ. ભલે દુનિયામાં એક જ હિંદી રહે અને એની પાસે શસ્ત્રોમાં ફક્ત એક જ કુહાડી બાકી હેય !
યહ જિંદગી હૈ કેમ કી તુ કૌમ છે લટાયે જા..
જન ૫, ૧૯૪૪ સવારે ચા-ટાણે શ્રી. આર. અમારે ત્યાં આવ્યા. એપ્રિલની શરૂઆતમાં આઝાદ હિંદ બેંક શી રીતે અસ્તિત્વમાં આવી એ અમને એમણે કહ્યું.
અહીં રંગૂનમાં જ નેતાજી એક મુરિલમ કોટયાધીશ સાથે આરઝી હકૂમતના નાણાપ્રકરણની ચર્ચા કરી રહ્યા હતા. આઝાદ હિંદ સરકારને એક ખાસ બેંક હોવી જોઈએ.... જગતમાં કઈ પણ ઠેકાણે બેન્ક વગરની સરકાર કેઇએ દેખી સાંભળી છે ? વળી ઈમ્ફાલ પડશે કે તરત જ આપણી સરકાર પિતાના સિક્કા છાપશે...અને ત્યારે પણ બૅન્કની જરૂરિયાત તો ઊભી થવાની જ ને !” નેતાજી આ બાબત પેલા મુસલમાન શેઠની સલાહસૂચના માગતા હતા.
“તમારે કેટલા પૈસા જોઈએ?” મુસલમાન શેઠે નેતાજીને જવાબ આપે. “પચાસ લાખ ચાલશે, શરૂઆતમાં.” નેતાએ કહ્યું. •
બસ એ કંઈ મોટી વાત નથી. ત્રીશ લાખ તે હું પોતે જ આપું છું...અને બાકીના વીશ લાખ હું મારા દોસ્તમાંથી ઉધરાવીને એક અઠવાડિયામાં આપની પાસે હાજર કરીશ.”.
અને એક પખવાડિયામાં અમારી બૅન્ક બનકાયદે અસ્તિત્વમાં આવી અને કામકાજ શરૂ કર્યું. કુલ થાપણુ ૫૦ લાખની; એમાંથી ૨૫ લાખ ભરપાઈ થઈ ચૂકેલ. બ્રહ્મર્દેશના રજિસ્ટ્રેશનના કાયદા પ્રમાણે એને રજિસ્ટર્ડ કરવામાં આવી. રૂપિયાની ચલણી નેટના જેટલી જ એના ચેકની શાખ છે. અને ખરું પુછો તે જાપાની ચલણી ને કરતાં અમારી બેન્કના ચેક જ વધુ સલામત લાગે છે.
જાહેર જનતામાં બૅન્કની આટલી બધી પ્રતિષ્ઠા છે અને અમારી શાખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com